અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 100 ટકા થી વધુ વરસાદ નોંધવામાં આવ્યો છે. જ્યારે ગઈકાલે સૌરાષ્ટ્રમાં પણ બે કલાકની અંદર 5 ઇંચ જેટલો વરસાદ પડયો હતો. રાજ્યમાં ઝોન પ્રમાણે ડેમમાં પાણીનો જથ્થો અને વપરાશમાં લેવા લાયક પાણીનો જથ્થો વધી ગયો છે.
રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર એલર્ટ
ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. પહેલા મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર રચાયેલા લો પ્રેશરને કારણે વરસાદ થયો હતો, હવે સિસ્ટમમાં બદલાવ આવ્યો છે. રાજસ્થાનમાં સર્જાયેલી વાતાવરણની લો સિસ્ટમને કારણે વરસાદ પડશે. રાજ્યના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં 4 દિવસ સુધી વરસાદની ભારે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
રાજ્યમાં 3 દિવસ ધોધમાર વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર એલર્ટ
જળાશયોની ગતવર્ષની સરખામણીએ સ્થિતિ
- ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં ગત વર્ષની સરખામણીએ 279.18 mcft પાણીનો જથ્થો નોંધાયો
- ઉત્તર ગુજરાતમાં હાલની સ્થિતિએ 15 જળાશયોમાં 935.29 mcft પાણીનો સંગ્રહ જેની ટકાવારી 48.66 નોંધાઇ
- મધ્ય ગુજરાતમાં 17 જળાશયમાં ગત વર્ષ કરતા 318.81 mcft પાણીનો વધુ જથ્થો નોંધાયો
- મધ્ય ગુજરાતમાં હાલની સ્થિતિએ 2256.03 mcft પાણીનો સંગ્રહ થયો, જેની ટકાવારી 95.82 ટકા થઈ
- દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં ગત વર્ષની સરખામણીએ 3034.51 mcft પાણીનો જથ્થો નોંધાયો
- મધ્ય ગુજરાતમાં હાલ 7516.16 mcft પાણી જેની ટકાવારી 87.15
- કચ્છના 20 જળાશયોમાં ગત વર્ષની સરખામણીએ 209.01 mcft વધુ પાણીનો સંગ્રહ થયો
- કચ્છમાં હાલની સ્થિતિએ 250.42 mcft પાણી છે જેની ટકાવારી 75.37 થઈ
- સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં ગત વર્ષની સરખામણીએ 1708.16 mcft પાણીનો સંગ્રહ થયો
- સૌરાષ્ટ્રમાં હાલની સ્થિતિએ 1903.15 mcft પાણી જેની ટકાવારી 75.00 થાય છે
- રાજ્યના કુલ 204 જળાશયોમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 10180.99 mcft પાણીનો સંગ્રહ થયો
- રાજ્યમાં હાલની સ્થિતિએ 12854.33 mcft પાણી સંગ્રહ થયો જેની ટકાવારી 81.54 થાય છે
- સરદાર સરોવરમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 3702.72 mcft પાણીનો વધુ સંગ્રહ થયો
- સરદાર સરોવરમાં હાલની સ્થિતિએ 8633.49 mcft પાણી જેની ટકાવારી 91.26 થાય છે
રાજ્યના 74 જળાશયો માટે હાઈ એલર્ટ,
- 74 ડેમ 100 ટકા ભરાતા ઓવરફલો થયા,
- 38 ડેમમાં 90 ટકાથી વધુ પાણીની આવક થઈ,
- 15 જળાશયમાં 80 ટકા પાણી સંગ્રહ થયો,
- 10 જળાશયમાં 70ટકાથી વધુ પાણીની આવક નોંધાઇ,
- 16 જળાશયમાં 60 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.