ગુજરાત

gujarat

ETV Bharat / state

પાક વીમા મુદે કોંગ્રેસના 3 MLAએ ધરણાં પર ઉતર્યા

ગાંધીનગરઃ શહેરમાં સેક્ટર 6 સત્યાગ્રહ છાવણીમાં ધારણા કરતાં નાગરિકોને જોયા છે, પરંતુ કોઈ અધિકારીની કચેરીમાં સતત 24 કલાક સુધી ધરણા કરવામાં આવ્યા હોય અને તે પણ 3 ધારાસભ્યો દ્વારા તે કદાચ ઇતિહાસમાં પ્રથમ વખત જોવા મળી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં પાક વીમા સહાય ખેડૂતોની ચૂકવી દેવામાં આવી છે. પરંતુ કેટલાક ખેડૂતોને કેટલી સહાય ચૂકવવામાં આવી તેની માહિતી મેળવવા માટે કોંગી ધારાસભ્યોએ અધિકારીની કચેરીમાં 24 કલાક ધરણાં કર્યા હતા.

સ્પોટ ફોટો

By

Published : Apr 9, 2019, 2:23 PM IST

ગાંધીનગર પાસે આવેલા કૃષિ ભવનમાં ખેતી નિયામકની કચેરીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય ચિરાગ કાલરીયા, બ્રિજેશ મેરજા અને ઋત્વિક મકવાણા દ્વારા સહીત કિસાન આગેવાન પાલ આંબલીયા કચેરીમાં 24 કલાકથી ધારણા કરી રહ્યા છે. ધારાસભ્યો સહિત ખેડૂત આગેવાનોની માંગ છે કે, સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ખેડૂતોને જે પાક વીમા સહાય ચૂકવવામાં આવી છે, તેના આંકડા જાહેર કરવામાં આવે. આ બાબતે સોમવારે ખેતી નિયામકની સાથે 30 મિનિટ સુધી ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ અધિકારી પોતાની ચેમ્બર છોડીને મિટિંગમાં જવાનું કહીને ગયા હતા. પરંતુ અધિકારી બીજા દિવસ સુધી પણ જોવા મળ્યા નથી. જ્યારે ધરણા કરી રહેલા આગેવાનોએ કચેરીમાં જ રાતનું ભોજન લીધું હતું અને આરામ પણ ફરમાવ્યો હતો.

કોંગી 3 MLAએ અધિકારીની કચેરીમાં 24 કલાક ધરણાં યોજયા

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કૃષિ નિયામક કચેરીમાં મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, 24 કલાકથી ધારાસભ્યો ખેતી નિયામક BM મોદીની ચેમ્બરમાં ધરણાં ઉપર બેઠા છે, સરકારને ખેડૂતોની પડી નથી. ત્યારે ખેડૂત વિરોધી ભાજપ સરકારને તેનો જવાબ મળશે. આ બાબતે હવે ધારાસભ્ય સહિતના આગેવાનો કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા ત્યારબાદ તેમની માંગણી નહીં સંતોષાય તો ગુજરાતના રાજ્યપાલને પણ આવેદન આપી તેમની રજૂઆત કરશે.

ABOUT THE AUTHOR

...view details