ગુજરાત

gujarat

By

Published : Apr 4, 2020, 7:26 PM IST

ETV Bharat / state

ગરીબ રેખાને નીચે જીવતાં 3.40 લાખ પરિવારને મફતમાં રાશન આપવામાં આવશે

કોઈપણ વ્યક્તિને ભૂખ્યાં સૂવું ન પડે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોય તે રીતનું કામકાજ સામે આવી રહ્યું છે. પહેલાં રેશનકાર્ડ ધારકોને મફતમાં અનાજ આપ્યું હવે જે લોકો ગરીબીરેખા નીચે જીવન જીવી રહ્યાં છે તેમને પણ રાજ્ય સરકાર મફત માં અનાજ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

ગરીબ રેખાને નીચે જીવતાં 3.40 લાખ પરિવારને મફતમાં રેશન આપવામાં આવશે
ગરીબ રેખાને નીચે જીવતાં 3.40 લાખ પરિવારને મફતમાં રેશન આપવામાં આવશે

ગાંધીનગર : લૉક ડાઉનની પરિસ્થિતિમાં કોઇ પણ વ્યક્તિ ભૂખે ન સૂવે અને કોઈપણ વ્યક્તિને ખાવાની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોય તે રીતનું કામકાજ સામે આવી રહ્યું છે. પહેલાં રેશનકાર્ડ ધારકોને મફતમાં અનાજ આપ્યું હવે જે લોકો ગરીબીરેખા નીચે જીવન જીવી રહ્યાં છે તેમને પણ રાજ્ય સરકાર મફત માં અનાજ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે..

ગરીબ રેખાને નીચે જીવતાં 3.40 લાખ પરિવારને મફતમાં રેશન આપવામાં આવશે

આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચીવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ આવતાં 66 લાખ પરિવારોને અનાજ વિતરણ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા કરેલા કેટલાક નિર્ણયોની માહિતી આપતા અગ્રસચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં નેશનલ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ નોંધાયેલા તમામ 66 લાખ પરિવારોને સરકાર તરફથી મળવાપાત્ર ઘઉં ચોખા દાળ ખાંડ અને મીઠાનું વિતરણ સુપેરે પાર પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત સીએમ વિજય રૂપાણી એક મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં અગ્રતાક્રમ ધરાવતા પરિવારો પૈકી જે પરિવારોનો સમાવેશ થતો નથી તેવા બાકી રહેતાં 3 લાખ 40 હજાર પરિવારોને સરકાર ઘઉં ચોખા અને દાળ મફતમાં આપવાનો નિર્ણય કર્યો છે.


તો બીજી તરફ અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત રાજ્યના તમામ જિલ્લા કક્ષાએ યાદી મુજબ અનાજની કીટ આગામી 6 એપ્રિલ એટલે કે સોમવારથી વિતરણ કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરી હતી અત્રે નોંધનીય છે કે રાજ્યના અંત્યોદય અને અગ્રતાક્રમ ધરાવતા 66 લાખ પરિવારોને રાજ્યના તમામ જિલ્લા કલેકટરના સંકલનથી આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે પરંતુ હજુ પણ કોઇ વંચિત રહે નહીં તે હેતુથી આજ દિન સુધી અનાજ વિતરણની સમય મર્યાદા વધારી હોવાનો સ્વીકાર કર્યો હતો.

નોંધનીય છે કે સરકાર દ્વારા અનાજ વિતરણ અથવા અન્ય કામગીરીમાં શિક્ષકો સહિત રાજ્યના સરકારી કર્મચારીઓનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેવા પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં અશ્વિનીકુમારે સ્પષ્ટ જણાવ્યું હતું કે શિક્ષકો તેમ જ સરકારી કર્મચારીઓની મદદ માટે જિલ્લા કલેકટરો અને મ્યુનિસિપલ કમિશનરને સત્તા સોપવામાં આવી છે. એટલું જ નહીં. જિલ્લા કલેકટર તેમ જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સોંપાયેલી કામગીરી કરવાની કોઈ પણ સરકારી કર્મચારી ના પાડશે તો તેના વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ આકરાં પગલાં લેવા સરકાર તૈયાર હોવાનો સ્પષ્ટ સંકેત અશ્વિનીકુમારે આપ્યો છે. જ્યારે ગરીબોને આપવામાં આવતાં રેશન ના જથ્થામાં ગેરરીતિ થઈ હોવાના 2 કિસ્સા પણ સામે આવ્યાં છે જેમાં પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details