લૉકડાઉનમાં ફસાયેલાં 29,540 ગુજરાતીઓ પરત ફર્યાં - ગુજરાતીઓ વતનવાપસી
ગુજરાત રાજ્યના રહેવાસીઓ મહારાષ્ટ્ર. મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યમાં લૉકડાઉનના પગલે ફસાઈ ગયાં હતાં. જેમાં કેન્દ્ર સરકારના નોટિફિકેશન બાદ તેઓને પરત લાવવામાં આવ્યાં છે. જેમાં કુલ 29,540 જેટલા ગુજરાતીઓને ગુજરાતમાં પરત લાવવામાં આવ્યાં હોવાનું નિવેદન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે આપ્યું હતું.
ગાંધીનગર :અશ્વિનીકુમાર વધુમાં જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન જે ગુજરાતી ફસાઈ ગયાં હતાં તેઓને ગુજરાત રાજ્યમાં લાવવામાં આવ્યાં છે.આ ઉપરાંત તેમના સ્ક્રિનિંગની પણ વ્યવસ્થા કરીને તેમને જે તે જિલ્લામાં મોકલવામાં આવ્યાં છે. આ ઉપરાંત ગુજરાતમાં જે પરપ્રાંતીઓ છે તેઓને પણ પોતાના રાજ્યમાં મોકલવાની કામગીરી થઈ રહી છે જ. અત્યાર સુધીમાં 88 હજારથી વધુ લોકો ગુજરાતથી પોતાના વતનના રાજ્યમાં ગયાં છે. આ ઉપરાંત હજુ પણ આ કાર્યવાહી ચાલુ છે અને આગામી દિવસોમાં પણ વધુમાં વધુ પરપ્રાંતીયોને પોતાના રાજ્યમાં મોકલવામાં આવશે..