ગુજરાત

gujarat

ETV Bharat / state

સસ્તા અનાજની દુકાનના તોલાટ કે ડેટા એન્ટ્રી ઓપરેટરનું મૃત્યુ થાય તો 25 લાખની સહાય - અશ્વિનીકુમાર

રાજ્યના સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનધારકોની દુકાનો પર ફરજ બજાવતા તોલાટ અને ડેટા એન્ટ્રી-બિલ ઓપરેટર જેવા સામાન્ય કર્મીઓ પ્રત્યે આગવી સંવેદના સાથે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં સરકાર માન્ય સસ્તા અનાજની 17 હજાર જેટલી દુકાનો પર અનાજ વિતરણની કામગીરી સાથે સંકળાયેલા આવા તોલાટ કે ડેટા એન્ટ્રી-બિલ કલાર્ક ઓપરેટરનું ફરજ દરમ્યાન કોરોના વાયરસના સંક્રમણથી અવસાન થાય તો તેના પરિવારજનોને પણ રાજ્ય સરકાર 25 લાખ રૂપિયાની સહાય કરશે. બીજી તરફ 20 એપ્રિલથી સરકારી કચેરીમાં ફરજ બજાવતાં વર્ગ 1 અને 2 ના અધિકારીઓની નોકરી ચાલુ થશે. તેમાં ઉચ્ચ અધિકારી કહેશે તે કર્મચારીને આવવાનું રહેશે.

ગાંધીનગર
ગાંધીનગર

By

Published : Apr 19, 2020, 7:32 PM IST

ગાંધીનગર :અશ્વિનીકુમારે કહ્યું કે, આ અગાઉ પોલીસકર્મીઓ સહિત રાજ્ય સરકારની સેવાના કર્મચારીઓ તેમજ સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકોના કોરોના સંક્રમિત થવાથી મૃત્યુના કિસ્સામાં આવી સહાયની જાહેરાત કરેલી છે.

હવે સસ્તા અનાજની દુકાનના તોલાટ અને ડેટા એન્ટ્રી ઓપરેટરનું મૃત્યુ થાય તો 25 લાખ સહાય અપાશે


હવે રાજ્યમાં NFSA અન્વયે અનાજ મેળવતા 66 લાખ કાર્ડધારક પરિવારોને એપ્રિલ માસ પૂરતી રૂ. 1 હજારની સહાય બેન્ક ખાતામાં જમા કરાવવાની કરેલી જાહેરાતને પગલે 20 એપ્રિલે છોટાઉદેપૂર, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર એમ 6 આદિજાતિ જિલ્લાઓથી તે રકમ જમા કરાવવાની શરૂઆત કરાશે.

આ ઉપરાંત ઉદ્યોગો-એકમો માત્ર નગરપાલિકા-મહાનગરપાલિકાની હદ સિવાયના બહારના વિસ્તારોમાં જ શરૂ કરી શકાશે. રાજ્યના શ્રમ રોજગાર વિભાગે પણ એવી સ્પષ્ટ સૂચનાઓ જારી કરી છે કે જે વિસ્તારોમાં 20 એપ્રિલથી ઊદ્યોગ-એકમો કાર્યરત થવાના છે. ત્યાં મહત્તમ 12 કલાકની શિફટ રાખવાની છૂટ આપવામાં આવી છે. 12 કલાકની શિફટમાં કામ કરનારા શ્રમિકોના વેતનમાં પણ સપ્રમાણ વધારો આપવાનો રહેશે. એટલું જ નહિ, કામના 6 કલાક પુરા થાય ત્યારે શ્રમિક-કર્મચારીને અડધો કલાક વિરામ આપવો પડશે.

રાજ્ય સરકારની કચેરીઓ કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં વર્ગ-3 અને 4ના 33 ટકા સ્ટાફને જરૂરિયાત મુજબ ફરજ પર બોલાવવામાં આવશે. વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓએ ખાતા-વિભાગ-કચેરીના વડાની સૂચનાઓ મુજબ કચેરીએ આવવાનું રહેશે. લોકડાઉનની સ્થિતિમાં જાહેર પરિવહન ઉપર જે પ્રતિબંધ છે. ત્યારે ગાંધીનગર-અમદાવાદ વચ્ચે સચિવાલય પોઇન્ટ બસ સેવા પણ હાલના સંજોગોમાં મોકૂફ રાખવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details