ગાંધીનગર : કોરોના વાઇરસ કોવિડ-19ની પ્રવર્તમાન વૈશ્વિક સ્થિતીમાં વિશ્વના અન્ય રાષ્ટ્રો-દેશોમાં અટવાયેલા-ફસાઇ ગયેલા 1958 જેટલા ગુજરાતીઓને 27મે બુધવાર સુધીમાં વંદેભારત મિશન અન્વયે સ્વદેશ-વતનભૂમિ પરત લાવવામાં આવ્યા છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં અન્ય રાષ્ટ્રોમાં અભ્યાસ કરવા ગયેલા અને અટવાઇ ગયેલા વિદ્યાર્થીઓ, પરિવારોને વતનભૂમિમાં ઘર, પરિવાર પાસે લાવવાના હેતુથી ભારત સરકારના વિદેશ મંત્રાલયે 7 મે થી વંદેભારત મિશન શરૂ કર્યુ હતુ.
વિશ્વના વિવિધ દેશો-રાષ્ટ્રોમાં અભ્યાસ, વેપાર-વણિજ્ય કે પ્રવાસે ગયેલા મૂળ ગુજરાતના લોકોને પણ આ મિશન અંતર્ગત કોરોના વાઇરસની સ્થિતીને અનુલક્ષીને વતન પરત લાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. 12મે USA થી અમદાવાદ માટે જે પ્રથમ ફ્લાઇટ આવી તેમાં 135 ગુજરાતીઓ માતૃભૂમિ પરત આવ્યા હતા.
ક્યાં દેશમાંથી કેટલા ગુજરાતીઓ ગુજરાત ફર્યા?
1. કુવૈત-146
2. ફિલીપાઇન્સ-155
3. યુ.કે.-303
4. મલેશિયા-47
5. ઇન્ડોનેશિયા 38
6. યુ.કે-132
7. યુ.એસ.એ-73
8. ઓસ્ટ્રેલિયા-217
9. ફિલીપાઇન્સ-177
10. સિંગાપોર-93
11. બેલ્લારૂસ-102
12. કેનેડા-176
13. ફ્રાન્સ-66