ગુજરાત

gujarat

ETV Bharat / state

SLBC Meeting : ગાંધીનગરમાં સ્ટેટ લેવલ બેન્‍કર્સ કમિટી બેઠકમાં બેંકોને ધીરાણને લઇ સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી વાત - ધિરાણ

મુખ્યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં સ્ટેટ લેવલ બેન્‍કર્સ કમિટીની 178મી બેઠક સંપન્ન થઇ હતી. છેવાડાના- લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવા આર્થિક સહાયની વિવિધ યોજનાઓને લઇ બેંકોની સક્રિયતાનું આહવાન તેમણે કર્યું હતું. જેથી ધિરાણનું ફલક વિસ્તારી ઝડપી લોન આપી શકાય.

SLBC Meeting : ગાંધીનગરમાં સ્ટેટ લેવલ બેન્‍કર્સ કમિટી બેઠકમાં બેંકોને ધીરાણને લઇ સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી વાત
SLBC Meeting : ગાંધીનગરમાં સ્ટેટ લેવલ બેન્‍કર્સ કમિટી બેઠકમાં બેંકોને ધીરાણને લઇ સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી વાત

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2023, 9:39 PM IST

ગાંધીનગર : ગાંધીનગરમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 178મી બેઠકના અધ્યક્ષસ્થાનેથી મુખ્યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેવાડાના અને ગરીબ માનવીઓને મુખ્ય પ્રવાહમાં લાવવા આર્થિક સહાય આપવાનો જે ઉદ્દાત ભાવ દાખવ્યો છે તેમાં બેંકો વધુને વધુ સક્રિયતાથી મદદરૂપ થાય તે અપેક્ષિત છે.

એનપીએની તુલના કરવા પણ અનુરોધ : ખાસ કરીને નાના માનવીઓ, નાના વેપારીઓ, ગ્રામીણ ખેડૂતો, પશુપાલકો, મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપને લોન સહાય ધિરાણ આપવામાં જ્યાં સરકાર ગેરેન્‍ટર હોય ત્યાં બેન્‍ક્સ સરળતાએ ધિરાણ આપે તેવી હિમાયત કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે કહ્યું કે, બેન્‍કર્સ આવી લોન સહાયની ભરપાઈના અને અન્ય લોન સહાયની ભરપાઈના એનપીએની તુલના કરવા પણ અનુરોધ કર્યો હતો. બેન્‍કર્સને આવી ધિરાણ યોજનાઓમાં બ્રાન્ચ વાઇઝ ધિરાણ થાય તેવી પ્રક્રિયા વિકસાવવા સૂચન કરતા કહ્યું કે, છેવાડાના-અંતરિયાળ વિસ્તારના જરૂરતમંદ લોકોને આના પરિણામે ઝડપથી ધિરાણ મળશે અને યોજનાઓનો લક્ષ્યાંક સુપેરે પાર પાડી શકાશે.

ડિજિટલાઈઝેશન અને બેન્કિંગ એટ ડોર સ્ટેપનું શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. તેમણે ડિજિટલ ટ્રાન્જેક્શન માટે આપેલી પ્રેરણાથી આજે નાનામાં નાનો વેપારી પણ કેશને બદલે ડિજિટલ ટ્રાન્જેક્શન કરે છે આવા સંજોગોમાં બેન્‍ક્સ પણ ડિજિટલાઈઝેશનનો વ્યાપ વિસ્તારે અને યોજનાકીય લાભો ત્વરાએ લાભાર્થીને મળે તે માટે પોઝિટિવ એપ્રોચ દાખવે તે આવશ્યક છે, સરકાર બેન્‍કર્સ સાથે ઉભી રહીને યોજનાઓના સફળ અમલ માટે પ્રતિબદ્ધ છે. બેન્‍કર્સ પણ તેમને પડતી મુશ્કેલીઓ રાજ્ય સરકારના ધ્યાને લાવે તો સાથે બેસીને સમસ્યાનું સમાધાન થઈ શકે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી મોટી ઇકોનોમી બન્યો છે તેને ત્રીજા નંબરે લઈ જવામાં અને દેશના ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતનું સ્થાન યથાવત રાખવામાં બેન્‍ક્સનું યોગદાન મહત્વપૂર્ણ બનશે... ભૂપેન્દ્ર પટેલ ( મુખ્યપ્રધાન )

ઇકોનોમીની લાઈફ લાઈન : તો મુખ્ય સચિવ રાજકુમારે બેન્કિંગ સિસ્ટમને ઇકોનોમીની લાઈફ લાઈન ગણાવતા કહ્યું કે, બેન્‍કર્સ તેને આગળ ધપાવવામાં સહયોગ કરે. આપણી પાસે પૂરતા સંસાધનો છે ત્યારે સોશિયલ સેક્ટરમાં ધિરાણ-સહાય વગેરે માટે ડેટા એનાલિટીક્સની મદદથી નવા ઈનીશિયેટીવ્ઝ લઈને ક્વોલિટેટીવ ઇમ્પ્રુવમેન્ટ લાવવું જોઈએ. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, KCC, PM સ્વનિધિ, જનધન ખાતા અને સ્વામીત્વ યોજના જેવી જન કલ્યાણ યોજનાઓનો વ્યાપ વધુ વિસ્તરે તે માટે બેન્‍ક્સની સક્રિયતા માટે તેમણે અનુરોધ કર્યો હતો.

બેઠકનો હેતુ :એસએલબીસી કન્વીનર અશ્વિનકુમારે બેઠકનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. બેંક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તથા એસએલબીસીના ચેરમેન અજય ખુરાનાએ સ્વાગત ઉદબોધન તેમજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના સી.જી.એમ ઇન્ચાર્જ નિશા નાંબિયારે પ્રસંગિક સંબોધન કર્યું હતું. આ બેઠકમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જન કલ્યાણ યોજનાઓના ધિરાણ લક્ષ્યાંક અને પ્રગતિની સમીક્ષા પ્રેઝન્ટેશન દ્વારા કરવામાં આવી હતી. રાજ્યની લીડ બેન્‍ક અને નાબાર્ડ સહિતની વિવિધ બેન્‍ક્સના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતાં.

  1. CM Bhupendra Patel: 25 જિલ્લામાં વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ કાર્યક્રમ થકી 2500 કરોડથી વધુના MOU થયાં: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
  2. Vibrant Gujarat 2024 : મુંબઈમાં CM ભૂપેન્દ્ર પટેલ કરશે વિવિધ દેશના કોન્સ્યુલેટ અને ઉદ્યોગકારો સાથે બેઠક
  3. Gandhinagar News : સીએમ ભૂપેન્દ્ર પટેલે વિકાસ કાર્યો માટે 1646 કરોડ ફાળવ્યાં, 3 મહાનગરપાલિકાને લાભ

ABOUT THE AUTHOR

...view details