ગાંધીનગર : આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે, રવિવારે નવા 228 કેસ સામે આવ્યા છે. જેમાંથી 140 અમદાવાદના છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 3598 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 352 પોઝિટિવ અને 3246 નેગેટીવ આવ્યા છે.
પાણીના પ્રવાહની જેમ આગળ વધતો કોરોના, રાજ્યમાં 1604 કેસ, અમદાવાદ મોખરે - ગુજરાતમાં હાલ 121 ક્લસ્ટર ઝોન
રાજ્યમાં કોરોના વાઈરસ કાબુ બહાર જઇ રહ્યો હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે. રવિવારે માત્ર અમદાવાદ શહેરમાં જ 140 કેસ સામે આવ્યા છે. જ્યારે સમગ્ર રાજ્ય રાજ્યનો આંકડો 1604 પર પહોંચ્યો છે. જે એક ચિંતાનો વિષય કહી શકાય છે. ત્યારે જયંતિ રવિએ કહ્યું કે, હાલમાં પણ કોરોના વાઈરસનો કહેર જોવા મળી રહ્યો છે. જે આપણી ધારણા જ હતી જ, પરંતુ આગામી દિવસોમાં આપણે ચોક્કસ આના ઉપર વિજય મેળવી શકીશુ.
અમદાવાદમાં 125 સાઇલેન્ટ કેરિયર કહી શકાશે. જ્યારે 1604માંથી 1443 લોકોને ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા છે. અમદાવાદ - નરોડા, જમાલપુર, બહેરામપુરા, રિલીફ રોડ, 3 દરવાજા, મણીનગર, જીવરાજ પાર્ક, દાણીલીમડા, મેઘાણીનગર, દૂધેશ્વર, જુહાપુરા, સુરત - પાલનપુર પાટીયા, લિંબાયત, સલામત પુરા, પાંડેસરા, માન દરવાજા, વરાછા, કડોદ, સરથાણાં, ઉમરવાડા વિસ્તારમાંથી કોરોના પોઝિટિવના દર્દીઓ સામે આવ્યા છે.
ગુજરાતમાં હાલ 121 ક્લસ્ટર ઝોન છે. જેમાં 7,77,923 - વસ્તી અને 1,76,827 ઘર છે. અમદાવાદના કોરોના પોઝિટિવ કેસનો આંકડો 1000ને પાર પહોંચ્યો છે. જેમા અમદાવાદમાં કુલ કેસની સંખ્યા 1002 થઇ છે. જ્યારે રાજ્યમાં 58 લોકોના મોત થયાં છે.