ગુજરાત

gujarat

By

Published : Jun 25, 2020, 1:42 AM IST

ETV Bharat / state

પાટનગરમાં સિવિલના સ્ટાફ બ્રધર સહિત 16 પોઝિટિવ

પાટનગરમાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 13 કેસ સામે આવ્યા છે. જ્યારે સામે 13 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને બે લોકોના મોત નિપજ્યા છે.

પાટનગરમાં સિવિલના સ્ટાફ બ્રધર સહિત 16 પોઝિટિવ
પાટનગરમાં સિવિલના સ્ટાફ બ્રધર સહિત 16 પોઝિટિવ

ગાંધીનગર : જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 13 કોરોનાના કેસ સામે આવ્યા છે. જ્યારે 13 કોરોનાના દર્દીઓને આજે બુધવારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને બે વ્યક્તિના મોત નિપજ્યા છે. શહેર વિસ્તારમાં 3 કેસ સામે આવ્યાં છે. ગાંધીનગર તાલુકામાં 6, દહેગામ તાલુકામાં એક, કલોલ તાલુકામાં 5 અને માણસા તાલુકામાં 1 સહીત 13 કોરોનાના કેસ સામે આવ્યા છે.

સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ બ્રધર તરીકે ફરજ બજાવતા અને સેકટર-27માં રહેતા 30 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સેકટર-7 ડી ખાતે રહેતા અને સાણંદના મેટ્રો મોલમાં કામ કરતાં 38 વર્ષીય પુરુષ પણ કોરોના સંક્રમિત હોવાનું જાહેર થયું છે. સેકટર-29માં રહેતા અને સ્વતંત્ર કારોબાર ધરાવતા 57 વર્ષીય પુરુષની તબિયત લથડતા સારવાર અર્થે દાખલ કરાયા હતા અને તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું.

પાટનગરમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા 192 થઈ છે. જેમાંથી 34 દર્દી હાલ સારવાર હેઠળ છે. જ્યારે 151 દર્દી સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સારવાર દરમિયાન સાત વ્યક્તિના મોત નિપજ્યા છે. સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા 246 વ્યક્તિને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 195 હોમ કોરેન્ટાઈન અને 51ને ફેસિલિટી કોરેન્ટાઈનમાં રખાયા છે.

ગાંધીનગર તાલુકાના રાયસણ ગામામાં 55 અને 53 વર્ષીય પુરૂષ, કુડાસણ ગામમાં 38 વર્ષીય યુવાન, ઝુંડાલ ગામમાં 29 વર્ષીય સ્ત્રી, જમીયતપુરા ગામમાં 33 વર્ષીય યુવાન, ખોરજ ગામમાં 22 વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ આવ્યો છે. દહેગામ શહેરમાં 33 વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. કલોલ તાલુકામાં જામળા ગામમાં 50 વર્ષીય મહિલા, ડિગુંચા ગામમાં 60 વર્ષીય મહિલા, કલોલ શહેરમા 65 વર્ષીય મહિલા, 74 વર્ષીય વૃઘ્ઘ અને 33 વર્ષીય યુવાન અને માણસા તાલુકામાં હિંમતપુરા ગામમાં 61 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધી ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 406 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 104 દર્દીઓ સારવાર હેઠળ છે. 269 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે 33 વ્યક્તિઓ મૃત્યૃ પામ્યા છે.

ABOUT THE AUTHOR

...view details