ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં છ વિધાનસભા પેટાચૂંટણીઃ 15 લાખ મતદારો 1781 મથક પર મતદાન કરશે - sub election news in gujarat

ગાંધીનગરઃ રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભાની 21 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાશે. થરાદ, રાધનપુર, ખેરાલુ, બાયડ અમરાઈવાડી અને લુણાવાડા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ત્યારે ચૂંટણીપંચ દ્વારા છેલ્લી ઘડીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ.એસ મુરલીકૃષ્ણને કહ્યું કે, 6 બેઠક ઉપર 14,76,715 મતદાર 1781 મતદાન મથક પર મતદાન કરશે.

gujarat election 2019

By

Published : Oct 18, 2019, 4:38 PM IST

રાજ્યમાં ખાલી પડેલી સાત વિધાનસભા બેઠકોમાં પેટાચૂંટણી યોજાશે.અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાઈ ગયા હતાં. આ ઉપરાંત અન્ય ચાર બેઠકના ધારાસભ્યો લોકસભામાં વિજેતા થતા પેટા ચૂંટણી યોજવામાં આવી રહી છે. મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. એસ. મુરલીકૃષ્ણએ કહ્યું કે, મતદાન મથકો ઉપર વીજળી, પીવાના પાણી, ફર્નિચર તમામની વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે 6 જિલ્લાઓમાં એસટી નિગમની 156 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજ્યમાં છ વિધાનસભા પેટાચૂંટણીઃ 15 લાખ મતદારો 1781 મથક પર મતદાન કરશે

મતદાનના દિવસે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 6 બેઠકો ઉપર 1805 હથિયાર જમા લેવામાં આવ્યા છે. બેઠકો પર સર્વેલન્સ ટીમ નક્કી કરવામાં આવી હતી જેમાં 21 ફ્લાઈંગ સ્કૉવડ, 15 વીડિયો સર્વેલન્સ ટીમ, 6 વિડીયો ટીમ અને 24 સાબિતી કાર્યરત કરાઇ છે. ચૂંટણીના જાહેરનામા બાદ 32 સર્વેલન્સ ટીમે 6 મદદનીશ અને ખર્ચ નિરીક્ષકને કામે લગાડયા છે. ત્યારે આ વિસ્તારોમાંથી અત્યાર સુધી 57.62 લાખનો 9746 લિટર દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.

કઈ બેઠક ઉપર કેટલા મતદાર
બેઠક મતદાન મથક મતદાન સ્થળ પુરુષ સ્ત્રી ત્રીજી જાતિ કુલ
થરાદ 260 142 1,15,711 1,02,138 0 2,17,849
રાધનપુર 326 222 1,40,291 1,29,548 3 269842
ખેરાલુ 269
168 1,08,930 1,00,707 3 2,09,640
બાયડ 316 253 1,18,848 11,2,339 0 2,31,185
અમરાઇવાડી 253 51 1,49,188 1,29,891 3 1,79,082
લુણાવાડા 357 278 1,38,023 1,31,091 3 2,69,117

ABOUT THE AUTHOR

...view details