ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં 14,737 દર્દીઓ થયા સ્વસ્થ - કોરોના અપડેટ

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે મેં મહીનાના પાંચમા દિવસમાં સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 11,892 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે શનિવારે સૌથી વધુ 14,737 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં 119 દર્દીઓનું કોરોનાથી મૃત્યુ થયું છે. જ્યારે આજે શનિવારે કોરોનાથી થતાં મૃત્યુંમાં પણ ઘટાડો થયો છે.

ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં 14,737 દર્દીઓ થયા સ્વસ્થ
ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં 14,737 દર્દીઓ થયા સ્વસ્થ

By

Published : May 8, 2021, 9:44 PM IST

  • છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,892 પોઝિટિવ કેસ નોંધાયા
  • 14,737 દર્દીઓએ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 119 દર્દીના મોત નિપજ્યા

ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે શનિવારે અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,359 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 6,411 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે સુરતમાં 889, રાજકોટ 396 અને બરોડામાં 710 કેસ નોંઘાયા છે.

14,737 દર્દીઓએ કોરોનાને માત આપી

આ પણ વાંચોઃ ગુજરાત કોરોના અપડેટઃ 13,085 દર્દીઓ થયા સ્વસ્થ

રાજ્યમાં થયેલા રસીકરણની વિગત

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની યાદીમાં જણાવ્યું હતું કે આજે શનિવારે કુલ 1,02,87,224 વ્યક્તિઓના પ્રથમ ડોઝનું અને 31,15,821 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 1,34,03,045 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 1 મેંથી 18 વર્ષથી ઉપરના યુવાનોને રસીકરણના ચોથો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. જે અંર્ગત આજે શનિવારે ગુજરાત રાજ્યમાં ફક્ત 10 જિલ્લાની અંદર જ વેક્સિનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આજે 18થી 44 વર્ષના વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 19,276 વ્યક્તિને રસી મૂકવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. જ્યારે રિકવરી રેટમાં વધારા સાથે કુલ 77.36 ટકા જેટલો નોંધાયો છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12,545 પોઝિટિવ કેસ નોંધાયા, 123 દર્દીના થયાં મૃત્યુ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1,43,421 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 782 વેન્ટિલેટર પર અને 1,42,639 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 8,273 દર્દીના કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 5,18,234 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

ABOUT THE AUTHOR

...view details