- રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
- 6,479 દર્દીઓએ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 152 દર્દીઓના મોત નિપજ્યા
- સૌથી વધુ મોત અમદાવાદ અને સુરતમાં 25 દર્દીના મોત નોંધાયા
- અમદાવાદમાં માં કોરોના બેકાબૂ
ગાંધીનગર:રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોવિડના દર્દીઓને એક બેડ મેળવવા માટે વલખા મારવા પડી રહ્યા છે અને સિવિલ હોસ્પીટલમાં કલાકો સુધીનુ વેઇટિંગ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5,617 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 1,585 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ અમદાવાદ અને સુરત કોર્પોરેશન વિસ્તારમાં 25 જેટલા નોંધાયા છે. જ્યારે સુરતમાં 2,321, રાજકોટમાં 462 અને બરોડામાં 523 પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ પણ વાંચોઃગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,804 પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યમાં આજે શનિવારે કેટલા નાગરિકોનું થયું રસીકરણ