જન્માષ્ટમીની મધ્યરાત્રીએ મુક્તિધામ પાસે આવેલા ઢોરવાડામાં પુરવામાં આવેલી 185 ગાયોને રબારીઓનું ટોળું લઈ ગયું હતું. ત્યારે સેક્ટર 13માં રહેતો શંભુ લલ્લુ દેસાઈ સિક્યુરિટી ગાર્ડ પાસે પહોંચ્યો હતો. તેણે સિક્યુરિટી પાસેથી મોબાઇલ પડાવી લીધો હતો.પોલીસે એક જ દિવસમાં 13 માલધારીઓની ધરપકડ કરી હતી.
સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરીને ગાયોને હાંકી જનારા 13 માલધારીઓની ધરપકડ - ગાંધીનગર
ગાંધીનગર : શહેરના મુક્તિધામ પાસે રખડતા પશુઓને પૂરવા માટે ઢોરવાડો બનાવવામાં આવે છે. જ્યાં રખડતી તમામ ગાયોને મહાપાલિકા દ્વારા પૂરવામાં આવે છે. જન્માષ્ટમીની મોડી રાત્રે માલધારીઓનું 25 કરતાં વધુ લોકોનું ટોળું ઢોરવાડામાં પહોંચી અને સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો. ત્યારબાદ તમામ ઢોરને પાંજરામાંથી ખોલીને લઈ ગયા હતા. પોલીસે 13 લોકોની ધરપકડ કરી છે. જ્યારે અન્ય લોકોને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે.
etv bharat gandhinagar
સિક્યુરિટીને મારમારી 185 ગાયોને ભગાડી ગયા બાદ મહાપાલિકા તંત્ર જાગી ગયું છે. ઢોરવાડા કેમ્પસમાં CCTV લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ મેયર રીટાબેન પટેલે કર્યું હતું. તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવશે. આગામી દિવસોમાં આ પ્રકારના બનાવો પુનરાવર્તન ન થાય તે માટે મહાપાલિકા કામગીરી કરશે.