ઉચ્ચ શિક્ષણની વાત કરવામાં આવે તો છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં માત્ર એક જ સરકારી કોલેજને મંજૂરી મળી છે. જ્યારે ખાનગી 40 કોલેજને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાં રાજ્યમાં આર્ટ્સ,કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની 100, સરકારી 309, જ્યારે 450 ખાનગી કોલેજોને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
શિક્ષણનું ખાનગીકરણ : છેલ્લા 2 વર્ષમાં 1287 ખાનગી શાળા અને 450 ખાનગી કૉલેજની સરકારે મંજૂરી આપી - Gandhinagar
ગાંધીનગર: દેશની રાજધાની દિલ્હીમાં સરકારી સ્કૂલોને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે, ત્યારે તેનાથી વિપરીત અસર દેશના મોડેલ રાજ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સામે આવેલા આંકડા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે 287 જેટલી ખાનગી શાળાઓને મંજૂરી આપી છે. જ્યારે બીજી તરફ ફક્ત 122 સરકારી શાળાને મંજૂરી આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોમાં રાજ્ય સરકારે જાહેર કર્યું હતું કે, રાજ્યમાં સૌથી વધુ ખાનગી કોલેજ ભાવનગરમાં 45 અને ત્યારબાદ રાજકોટમાં 43 કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં શાળા અને કોલેજોની વાત કરવામાં આવે તો છેલ્લાં 2 વર્ષમાં રાજ્યમાં 1287 ખાનગી શાળાને મંજૂરી આપવામાં આવી છે.જેમાં 122 સરકારી શાળા જ્યારે 13 ગ્રાન્ટેડ શાળાને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં કુલ 32754 સરકારી, 605 ગ્રાન્ટેડ જ્યારે 10940 ખાનગી શાળા છે.