ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં કોરોનાના કેસ 50 હજારને પાર, એક જ દિવસમાં નોંધાયા 1026 કેસ, 34ના મોત - corona update in state

રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 50 હજાર વટાવી દીધો છે. 24 કલાકમાં 1026 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 34 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 50465 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા  24 કલાકમાં રાજ્યમાંથી આજે 744 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

રાજ્યમાં કોરોનાના કેસ 50 હજારને પાર, એક જ દિવસમાં 1026 કેસ, 34 મોત
રાજ્યમાં કોરોનાના કેસ 50 હજારને પાર, એક જ દિવસમાં 1026 કેસ, 34 મોત

By

Published : Jul 21, 2020, 7:42 PM IST

ગાંધીનગર: ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 187, સુરત મહાપાલિકા વિસ્તારમાં 225, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 60, સુરત 73, રાજકોટ કોર્પોરેશન 45, દાહોદ 39, ભાવનગર કોર્પોરેશન 26, બનાસકાઠા 25, સુરેન્દ્રનગર 21, પાટણ 20, ગાંધીનગર 19, નર્મદા 19, ગીર સોમનાથ 18, મહેસાણા 18, નવસારી 17, પંચમહાલ 17, ભરૂચ 16, જામનગર કોર્પોરેશન 16, વડોદરા 15, ખેડા 14, રાજકોટ 13, વલસાડ 13, અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર કોર્પોરેશન 12-12, કચ્છ 9, આણંદ 8, બોટાદ 8, અમરેલી 7, જૂનાગઢ 7, મહીસાગર 6, મોરબી 6, જૂનાગઢ કોર્પોરેશન 5, સાબરકાંઠા 5, જામનગર 4, તાપી 4, પોરબંદર 2 અને અરવલ્લી, ડાંગ તથા દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ સામે આવ્યો છે.

કોરોના અપડેટ
જ્યારે 82 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 2201 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધુ 24767 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત શહેર રાજ્યમાં આજે મંગળવારે પણ સૌથી ટોપ ઉપર રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 225 કેસ સામે આવ્યા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 73 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 298 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details