ગુજરાત

gujarat

ETV Bharat / state

દીવમાં દબાણ હટાવવા બાબતે ગ્રામજનો અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી - વન વિભાગ

દીવઃ સંઘ પ્રદેશ દીવમાં વન વિભાગ દ્વારા દબાણ હટાવો કામગીરી  હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન સ્થાનિકો અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે રસ્તો તોડવાની બાબતે રકઝક થઈ હતી. પોલીસે હસ્તક્ષેપ કરતાં મામલો થાળે પડ્યો હતો. બાદમાં વનવિભાગે દબાણ હટાવો કામગીરી પૂર્ણ કરી હતી.

દીવમાં દબાણ હટાવો કામગીરી દરમિયાન ગ્રામજનો અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે રમકઝક થઈ

By

Published : Sep 22, 2019, 5:47 AM IST

દીવમાં દબાણ હટાવો કામગીરી અંતર્ગત રસ્તો તોડવામાં આવ્યો હતો. જેના કારણે સ્થાનિકો અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલચાલ થઈ હતી. અંતે મામલો શાંત પડતાં કર્મચારીઓએ પોલીસની હાજરીમાં રસ્તો તોડી દબાણ હટાવો કામગીરી પૂર્ણ કરી હતી.

દીવમાં દબાણ હટાવો કામગીરી દરમિયાન ગ્રામજનો અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે રમકઝક થઈ

આ અંગે સ્થાનિકોએ રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, "આ વિસ્તારમાં અવરજવર કરવા માટે એકમાત્ર પાકો રસ્તો હતો. જે ગામના લોકોએ પોતાના ખર્ચે બનાવ્યો હતો. તેને તંત્રએ સ્થાનિકોની ચિંતા કર્યા વગર તોડી નાંખ્યો હતો. એટલે તંત્રના બેદરકારી ભર્યા વલણ સામે ગામલોકોએ વિરોધ કર્યો હતો."

આમ, ગ્રામજનોની પરવાનગી વગર અને તેમની સુવિધાનું ધ્યાન રાખ્યા વિના વન વિભાગે રસ્તો તોડી નાંખ્યો હતો. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details