દીવ: સંઘ પ્રદેશ દીવમાં શનિવાર અને રવિવારની રજામાં ફરવા માટે આવેલા પ્રવાસીઓ અને ટ્રાફિક પોલીસના કર્મચારીઓ વચ્ચે મોટું ધીંગાણું (Conflict with Travelers) થયું હતું. જેમાં પ્રવાસીઓ અને પોલીસે સામસામે મારામારી કરતા મામલો (Police Beaten Travelers) ગરમાયો હતો. મહિલા પોલીસે પણ યુવતીઓને લાફાવાળી કરી હતી.
પોલીસે પ્રવાસીઓને ઢોરમાર માર્યો, આ કારણે દીવમાં જાહેર રસ્તા પર થઈ ગયું ધીંગાણું આ પણ વાંચો:બિદિશાની ફેસબુક પોસ્ટની તસવીરે ઊભા કર્યા અનેક પ્રકારના સવાલ, શું તે બાયસેક્સયુઅલ હતી?
આ કારણે ડખો થયો: વાહનના દંડની ચલણને લઈને પહેલા પોલીસ સાથે રકઝક થઈ હતી. એ પછી મામલો વધારે ઉગ્ર બનતા ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ પ્રવાસીઓને લાફા ઝીંકી દીધા હતા. દીવ ફરવા માટે આવેલા પ્રવાસીઓને મારા મારવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. રવિવાર હોવાના કારણે દીવમાં પર્યટકોની ખાસ હાજરી વધારે જોવા મળી છે.
ત્રણ સવારી જતા દંડ કર્યો: દીવ ટ્રાફિક પોલીસ અધિનિયમ મુજબ વાહનમાં મર્યાદા કરતાં વધુ મુસાફરો સામે દંડ કરાતા મામલો બિચક્યો હતો. પોલીસે વાહનો રોકીને તેની ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ દરમિયાન પોલીસ અને પ્રવાસીઓ વરચે લાફાવાળી થઈ ગઈ હતી. જો કે, આ માથાકુટમાં કેટલાક પ્રવાસીઓને ઈજા પણ થઈ છે. જ્યારે પોલીસ ટુકડી માથાકુટ કરતા પ્રવાસીઓને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
આ પણ વાંચો:સુરેન્દ્રનગર શહેરમાં ડુપ્લિકેટ ચલણી નોટો સાથે ઝડપાયા ચાર શખ્સો
પોલીસે પણ ઢોરમાર માર્યો:પ્રવાસીઓએ ચલણ આપવાની બુકને ફાડી નાખી હતી. જેના કારણે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવી પડી હતી. પ્રવાસીઓએ પણ પોલીસ પર હુમલો કરી કાયદો હાથમાં લીધો હતો. પોલીસે પણ વળતો જવાબ આપીને બેફામ બનેલા પ્રવાસીઓને જવાબ આપ્યો હતો. તોફાની પર્યટકો સામે પોલીસને મારવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર મામલે સામેલ તમામ પર્યટકોને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા છે જ્યાં તમામ વિરુદ્ધ દીવ પોલીસે ભારતીય દંડ સહિતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.