સંઘ પ્રદેશ દીવના વણાંકબારાના બાણા નજીક ફિશિંગ કરવા જતી વંદિતા નામની બોટને દરિયામાં અકસ્માત નડ્યો છે. દરિયામાં ડ્રેજીંગ નહિ થતા બોટ દરિયાની શિલામાં અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એક માછીમારનું મોત થયું છે. જ્યારે અન્ય 6 માછીમારોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં સ્થાનિક માછીમારોને સફળતા મળી હતી.
દીવમાં બોટની જળ સમાધિ, એક માછીમારનું થયું મોત - એક માછીમારનું થયું મોત
દીવ: સંઘ પ્રદેશના વણાંકબારાના દરિયામાં સર્જાયો અકસ્માત માછીમારી કરી રહેલી વંદિતા નામની બોટ દરિયાની શિલામાં અથડાત જેને કારણે બોટમાં દરિયાનું પાણી ભરાઈ જતા બોટે જળ સમાધિ લીધી હતી. જેમાં એક માછીમારનું મોત થયું હતું. જ્યારે અન્ય 6 માછીમારોને બચાવી લેવામાં સફળતા મળી હતી.
Diu
બોટની ડૂબવાની શરૂઆત થતા બોટમાં રહેલા પ્લાસ્ટિકના બેરલના સહારે ટંડેલ અને ખલાસીઓ દરિયામાં કૂદી પડયા હતા. દીવ ફાયર અને પોલીસના જવાનો તેમજ સ્થાનિક માછીમારોની મદદથી ટડેલ અને 6 ખલાસીઓને હેમખેમ બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ એક ખલાસીનું દરિયામાં ડૂબી જવાને કારણે મોત થયું હતું. દરિયાની શિલામાં બોટ અથડાતા સર્જાયેલી આ દુર્ઘટમાં અન્ય 6 માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતા.