ગુજરાત

gujarat

ETV Bharat / state

દેવભૂમિદ્વારકા જિલ્લાના 3 ગામના ખેડૂતો પાક વીમાથી વંચિત - Gujarati News

દેવભૂમિ દ્વારકાઃ જામનગર લોકસભાનો બીજો ભાગ એટલે દેવભૂમિ દ્વારકા. દેવભૂમિદ્વારકા જિલ્લાના 42 જેટલા ગામો આવેલા છે. દ્વારકા તાલુકાના મોટા ભાગના ખેડૂતોને પાક વીમા યોજનાનો લાભ મળી ગયો,પરંતુ હજી પણ 3 ગામો પાક વીમાથી વંચિત છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 17, 2019, 1:33 PM IST

જયારે દેવભૂમિદ્વારકા જિલ્લાના 3 ગામો અછતગ્રસ્ત હોવા છતાં આ 3 ગામો મકનપુર,શિવરાજપુર અને મોજ્પના ખેડૂતોને પાક વીમા યોજનાનો લાભના મળતા ખેડૂતો રોષે ભરાયા હતા. આ 3 ગામોને માત્ર પાક વીમો જ નહિ પરંતુ પીવાનું પાણી પણ મળતું નથી,અહીં વારેઘડી પી.જી.વી.સી.એલ. દ્વારા અવાર-નવાર પાવર કટની સમસ્યા સર્જાય છે.આથી આ 3 ગામોએ લોકસભાની હવે પછીની તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો.

દ્વારકા તાલુકાના મોટા ભાગના ખેડૂતોને પાક વીમા યોજનાનો લાભ મળ્યો

આ સમસ્યાના સુખદ સમાધાન માટે સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેકે આ 3 ગામોના આગેવાનો સાથે આજે એક મુલાકાત યોજી હતી.તેમના તમામ પ્રશ્નો સાંભળી અને તેના નિરાકરણ માટેની તમામ કાર્યવાહી માટે ચર્ચા વિચારણા કરીને પીવાના પાણીની અને પી.જી.વી.સી.એલ. ની તમામ સમસ્યાનો સ્થળ પર નિકાલ કરવામાં આવી હોવાનું સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું.

અતિ મુખ્ય સમસ્યા ખેડૂતોનો પાક વીમા માટે આગામી લોકસભાની ચૂંટણી ચાલતી હોય જેથી આચાર સંહિતા લાગુ હોવાથી માટે આચાર સંહિતા પૂર્ણ થઈ ગયા બાદ આ સમસ્યાની ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી અને પાક વીમાની સમસ્યાનો પણ નિકાલ કરવામાં આવશે.હવે ખેડૂતો પાક વીમા યોજનાઓનો લાભ ચૂંટણી બાદ કયારે મળશે તેની રાહ જોશે.

ABOUT THE AUTHOR

...view details