બેટ દ્વારકાનુ "રહેમાન "નામનુ માલવાહક વહાણ પાણીમાં ગરકાવ - બોટ
દેવભૂમી દ્વારકા: બેટ દ્વારકાનું "રહેમાન" નામનુ માલવાહક વહાણ ઓખાથી સારજહા જતુ હતુ, તે દરમિયાન જહાજમાં પાણી ભરાતા તે અરબી સમુદ્રમા ગરકાવ થયુ હતું.
"રહેમાન "નામનુ માલવાહક વહાણ પાણીમાં ગરકાવ
બેટ દ્વારકાનુ "રહેમાન " વહાણ ઓખાથી સારજહા જતા સમયે પાણીમાં ગરકાવ થયુ હતુ અને તેમા સવાર 10 ખલાસીઓનો અન્ય બોટની મદદથી આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટનામાં મહત્વની વાત તો એ છે કે બોટ માલીકે પ્રથમ પોતાના નવ ખલાસીઓને બોટ ઉપરથી ઉતાર્યા બાદ પોતે ઉતરીને માનવતાનુ એક ઉદાહરણ પુરુ પાડ્યુ હતું.