ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક લોક ઉપયોગી નીતિ નિયમો બનાવ્યા છે. જેમાં ખાસ કરીને સફાઇ ઝુંબેશ અને સીંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ પર વધુ ભાર મુક્યો છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી પ્રદૂષણને અંકુશમાં લાવી શકાય છે. આથી ભારત સરકાર દ્વારા વારંવાર પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવે છે.
પર્યાવરણ જાગૃતિ માટે યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં 'નો પ્લાસટિક'ના નિયમનું પાલન - દ્વારકાધીશ
દેવભૂમિ દ્વારકાઃ યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિ, તેમજ મંદિર પુજારી પરિવાર દ્વારા અહીં આવતા યાત્રાળુઓને ભગવાન દ્વારકાધીશનો પ્રસાદ આપવામાં આવે છે, તે પ્લાસ્ટિકના ડબ્બા અને 51 માઈક્રોનની પ્લાસ્ટિક બેગમાં આપવામાં આવે છે.
યાત્રાધામ દ્વારકાધીશ મંદિરનો પ્રસાદ પ્લાસ્ટિકના ડબ્બામાં અને ઉચ્ચ કક્ષાનાં 51 માઇક્રો પ્લાસ્ટિકની બેગમાં આપવામાં આવે છે. સરકારના નિયમનું પાલન કરવા આ નિર્ણય લેવાયો છે.
આ અંગે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ અને મંદિરના પુજારી પરિવારને પૂછતા તેમણે જણાવ્યું કે, અમે લોકોના જીવ અને સૃષ્ટિને ધ્યાન રાખી અને સરકારના નિર્ણયોને હમેશા આવકારીએ છીએ. ભવિષ્યમાં પણ સરકાર દ્વારા લોક ઉપયોગી કોઈપણ નિતિ-નિયમને આવકારીશું. ભગવાન દ્વારકાધીશનો પ્રસાદ આપવા માટે 51 માઇક્રોની પ્લાસ્ટિક બેગ વાપરવામાં આવે છે. જેથી દુર દુરથી આવતા યાત્રાળુઓ પ્રસાદ લાંબો સમય સાચવી શકાય છે. તેમ છતાંય સરકાર દ્વારા કોઈ ફેરફાર કરવાનો આદેશ આપવામાં આવશે તો તેને આવકારવામાં આવશે. સરકારના સીગલ યુઝ પ્લાસ્ટિક અથવા પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ થાય તેવા નિર્ણયથી યાત્રાળુઓ ખુશી વ્યક્ત કરી હતી.