દ્વારકા તાલુકાની હમુસર વાડી વિસ્તારની શાળામાં શિક્ષણ તંત્રની ઘોર બેદરકારી - દેવભૂમિ દ્વારકા સમાચાર
દેવભૂમિ દ્વારકા: તાલુકાના હમુસર વાડી શાળામાં ધોરણ એક થી પાચના વિદ્યાર્થીઓ એક જ વર્ગમાં બેસી અભ્યાસ કરવા માટે મજબુર દ્વારકા તાલુકાની હમુસર વાડી વિસ્તારની શાળામાં શિક્ષણ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.
દ્વારકા તાલુકાના હમુસર ગામે વાડી વિસ્તારમાં શિક્ષણ તંત્ર દ્વારા એક નાના બાળકો એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. પરંતુ, આ વ્યવસ્થામાં અનેક ત્રુટીઓ જોવા મળી ખાસ કરીને હમુસર વાડી વીસ્તાર શાળામાં ધોરણ 1થી 5ના અંદાજે 30થી 32 બાળકોને એક જ વર્ગખંડમાં બેસાડીને અભ્યાસ કરતા જોવા મળ્યા. ધોરણ 1થી 5 ના વિદ્યાર્થીઓ એક સાથે ભણવું પણ અઘરૂં અને શિક્ષકને ભણવામાં પણ ખૂબ જ અઘરું પડે છે. તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું નજરે પડ્યું છે.