ગુજરાત

gujarat

ETV Bharat / state

દેવભૂમિ દ્વારકામાં સરકારી શાળાઓમાં કોવિડ ગાઈડલાઈન સાથે ધોરણ 6થી 8ના વર્ગો શરૂ - devbhoomi dwarka

દેવભૂમિ દ્વારકામાં ગુરૂવારે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળા શરુ કરવામાં આવી છે. કોરોના કાળ બાદ 6થી 8 ધોરણના 16,000 જેટલા વિદ્યાર્થીઓ પહેલા દિવસ શાળામાં હાજર રહ્યા હતાં.

દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા

By

Published : Feb 18, 2021, 6:19 PM IST

  • ધોરણ 6થી 8ના વર્ગોની શરૂઆત કરાઈ
  • વાલીઓ પાસેથી સંમતિ પત્ર માંગવામાં આવ્યા હતાં
  • શુભેચ્છાઓ પાઠવી કરવામાં આવી શરુઆત
    દેવભૂમિ દ્વારકામાં ધોરણ 6થી 8ના વર્ગોની શરૂઆત કરાઈ

દેવભૂમિ દ્વારકા : પ્રાથમિક શાળામાં ધોરણ 6થી 8ના વર્ગોની શરૂઆત થઈ છે. જેમાં કોવિડ 19ની ગાઈડલાઈન મુજબ વાલીઓ પાસેથી અગાઉથી સંમતિ પત્ર લઇ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેમાં જિલ્લાના કુલ 28 હજાર બાળકોમાંથી 16,000 જેટલા બાળકોના વાલીઓએ અગાઉથી જ સંમતિ પત્ર આપી દીધા હતાં.

બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું

પહેલા દિવસે જ અંદાજીત 16,000 જેટલા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓનું લાંબા સમય બાદ શાળાઓ ખૂવવાને કારણે પ્રથમ દિવસે સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ અધિકારીઓ દ્વારા કીટ પણ આપવામાં આવી અને બાળકોને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details