દેવભૂમિ-દ્વારકા :રાજયમાં હવે ઠગબાજોનો (Dwarka Fraud Case) રાફડો ફાટી રહ્યો છે. એક બાદ એક શહેરમાં નવા નવા કેસો સામે આવી રહ્યા છે, ત્યારેદ્વારકા ન્યુઝ ઓનલાઇન એપ્લિકેશન (Dwarka Loan Fraud Case) દ્વારા લોનની લાલચ આપી પૈસા ઠગતો શાતીર ઠગ ઝડપાયો છે. દ્વારકાના ખંભાળિયામાં એક દુકાનદારને લોન અપાવી દેવાની આ શખ્સ વાત કરતા તે દુકાનદારને શંકાસ્પદ મામલો લાગ્યો હતો. તેથી આ મામલે તે દુકાનદારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. બાદમાં SOGના સ્ટાફને ખાનગી બાતમી મળતા આ શંકાસ્પદ શખ્સને ઝડપી પાડ્યા હતો.
દેવભૂમિ-દ્વારકામાંથી પૈસા ઠગતો શાતીર ઠગ ઝડપાયો આ પણ વાંચો :નડિયાદમાં ડેટા એન્ટ્રીના નામે કરોડોની છેતરપિંડી આચરનાર ઠગ પતિ પત્ની કયાંથી ઝડપાયા?
ઠગની નીકળી અનેરી કહાની - દ્વારકા SOGએ (Devbhoomi Dwarka SOG) શંકાસ્પદ વ્યક્તિને ઝડપી આગવી ઢબે પુછતાછ કરતા એક અનેરી કહાની સામે આવી હતી. આ શખ્સ મોબાઈલ મારફતે લોન અપાવી દેવાની વાત સામે આવી હતી. આ શખ્સ અલગ અલગ 3 લોકોને એક લાખ સિત્તેર હજાર, 35 હજાર, તેમજ 5 હજાર જેવી રકમ ત્વરિત મોબાઈલ દ્વારા લોન અપાવી ચાલાકી કરી હોવાનું સામે આવ્યું હતું. તેમજ લોનના રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધાની કબૂલાત આપી હતી.
આ પણ વાંચો :Interstate Fraudster Caught : મહાનુભાવોના નામે વેપારીઓને ફોન કરી ઠગાઈ કરતો રાજસ્થાનનો મહાઠગ ઝડપાયો
ઠગની વાતોથી પોલીસ ચોંકી ઉઠી - આ શખ્સે 30 જેટલા લોકોને પોતાની મોડ્સ ઓપરેન્ડીના શિકાર બનાવી કુલ 14 લાખ 25 હજાર જેટલી માતબર રકમની લોકો સાથે છેતરપિંડી કર્યાની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. દ્વારકામાં એક દુકાનદારને આ પ્રકારની લોન આપવાની લાલચ આપી પૈસા ટ્રાન્સફર કર્યા હોવાની ફરિયાદ દ્વારકાના દુકાનદારે કરેલી હતી. તેથી આ સમગ્ર મામલે પોલીસે (Dwarka Crime Case) મહાઠગને ઝડપી લીધો છે.