દેવભૂમિ દ્વારકા: ગુજરાત અને ભારતના યાત્રા પ્રેમી લોકો પોતાના વેકેશન દરમિયાન વિદેશના પ્રખ્યાત બીચ ઉપર જઈને વેકેશન માણે છે. તેના વખાણ કરતાં થાકતા નથી. પરંતુ આ વિદેશી બીચ ઉપર માત્ર થોડા લોકો જઈ શકે છે.
ડિસ્કવર ઇન્ડિયા : દ્વારકા નજીકના શીવરાજપુર બીચને વિશ્વ કક્ષાનો બીચ બનાવવામાં આવશે આથી ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલા યાત્રાધામ દ્વારકાથી માત્ર 11 કિલોમીટર દૂર આવેલા શિવરાજપુર ગામના સાગરકાંઠાને આંતરરાષ્ટ્રીય કક્ષાનો બીચ તરીકે વિકસાવવામાં ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ શિવરાજપુર બીચ ઉપર કુદરતની તમામ મહેરબાની ઉતરી હોય તેમ સફેદ ચાંદી જેવી રેતી અને સાથે-સાથે આસમાની બ્લુ કલરનો સમુદ્રકિનારો વિદેશોના પ્રખ્યાત બીચને પણ ઝાંખો પાડતો આ સમુદ્ર કાંઠો છે.
ગુજરાત અને ભારત સરકાર દ્વારા આ શિવરાજપુર બીચને ખૂબ જ ઝડપથી વિકસિત કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારની ગુજરાત ઇકોલોજી કમિશન આ બીચ ઉપર તમામ જાતની સુવિધાઓ પૂરી પાડે છે. ગુજરાત અને ભારત સરકાર દ્વારા આ બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મેળવવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યું છે. બ્લુ ફિલ્મ સર્ટિફિકેટ એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું સર્ટિફિકેટ છે. આ સર્ટિફિકેટ મળવાથી આ શિવરાજપુર બીચ ઉપર ભારતની સાથે-સાથે વિદેશી ટુરીઝમ પણ વિપુલ પ્રમાણમાં આવી શકે છે. જેથી ગુજરાતમાં ટુરિઝમ વેપારને ખૂબ જ ફાયદો થઈ શકે છે. બ્લુ ફિલ્મ સર્ટીફીકેટ મેળવવા માટે જુદા જુદા ૩૩ જેટલા ક્રાઈટેરિયા હોય છે.
જેમાં ખાસ કરીને સેફટી , સિક્યોરિટી અને એન્વાયરમેન્ટનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. શિવરાજપુર બીચ ઉપર મેલ - ફિમેલ ટોયલેટ, ચેન્જીંગ રૂમની વ્યવસ્થા તેમજ સમુદ્રમાં સ્વિમિંગ બાદ મીઠા પાણીથી નાહવાની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. અહીંના ટોયલેટ બાથરૂમ ઉપયોગમાં લેવાયેલ મીઠા પાણીનો સદુપયોગ કરવા માટે અહીં ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને પણ મૂકવામાં આવ્યું છે. જેથી અહીં ઉગાડવામાં આવેલા ફૂલ અને ઝાડને પાણી આપીને વિકસાવી શકાય. શિવરાજપુર બીચ ઉપર સફાઈનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીં ભીના અને સૂકા કચરાને સોલિડવેસ્ટ પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ કરીને તેનો ખાતર તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.
શિવરાજપુર બીચ ઉપર ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા વીજ પુરવઠાને બચાવવા માટેનો પણ એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બીચ ઉપર માત્ર સૂર્ય પ્રકાશ આધારિત સોલાર લાઈટનો જ ઉપયોગ કરવામાં આવે છે. જેથી વીજ બિલમાં પણ ખૂબ જ ફાયદો થયો છે. અહીં આવતા યાત્રાળુઓને સમુદ્રમાં સ્વિમિંગ કરવાનો લાભ મળે છે. તેમજ સાથે-સાથે આ યાત્રાળુઓ સ્વિમિંગ કરતી વખતે જો કોઈ અકસ્માત ન સર્જાય તે માટે શિક્ષિત લાઈફ ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં આવતા યાત્રાળુઓ પરિવારોના બાળકો માટે સુંદર રમત-ગમતના સાધનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાતના પશ્ચિમ છેવડે આવેલા શિવરાજપુર બીચને સારી રીતે જાળવણી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા એક કમિટિનું આયોજન કરવામાં આવ્યું છે. આ કમિટિના અધ્યક્ષ તરીકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટરની નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે અન્ય સંબંધિત સરકારી કચેરીના વડાઓને આ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સ્થાનિક લેવલ ઉપર શિવરાજપુર ગામના સરપંચને આ કમિટીમાં સમાવવામાં આવ્યા છે. ખુબ જ થોડા સમયમાં પ્રખ્યાત પામેલું શિવરાજપુર બીચ ઉપર એવું કહી શકાય કે, ભવિષ્યમાં વિદેશના પર્યટક પ્રેમીઓ આ બીચ ઉપર આવીને વિશ્વ આખામાં તેના વખાણ કરશે.