ગુજરાત

gujarat

ETV Bharat / state

દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચને ગુજરાત ટૂરિઝમ એવોર્ડ મળ્યો - શિવરાજપુર બીચને ગુજરાત ટૂરિઝમ એવોર્ડ

દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચને ડેનમાર્કના ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (એફઇઈ) તરફથી આઇકોનિક બ્લુ ફ્લેગ માન્યતા પ્રાપ્ત કરવામાં આવી છે. જેની સિદ્ધિઓમાં હજી એક કલગીનો ઉમેરો થયો છે. આ બીચને ગુજરાત પ્રવાસનના સહયોગથી ગાંધીનગર ખાતે ટૂરિઝમ એવોર્ડ 2020 મળ્યો છે.

શિવરાજપુર બીચ
શિવરાજપુર બીચ

By

Published : Jan 12, 2021, 9:37 PM IST

  • શિવરાજપુર બીચ પર વાહનોની અવર-જવર તથા કચરો ફેંકવા પર પ્રતિબંધ
  • બીચને મળ્યો બેસ્ટ ટૂરિઝમ એવોર્ડ
  • મુખ્યપ્રધાનના હસ્તે શીવરાજપુર બીચને ગુજરાતનો બેસ્ટ બીચનો એવોર્ડ

દેવભૂમિ દ્વારકા: જિલ્લાના શિવરાજપુર બીચને ડેનમાર્કના ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (એફઇઈ) તરફથી આઇકોનિક બ્લુ ફ્લેગ માન્યતા પ્રાપ્ત કરવામાં આવી છે. જેની સિદ્ધિઓમાં હજી એક કલગીનો ઉમેરો થયો છે. આ બીચને ગુજરાત પ્રવાસન નિ.લીના સહયોગથી ગાંધીનગર ખાતે ટૂરિઝમ એવોર્ડ 2020 મળ્યો છે. આ એવોર્ડ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે આપવામાં આવ્યો છે.

34 માપદંડો બાદ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ

આ બીચમાં ચાર મુખ્ય પરિબળો- પર્યાવરણીય શિક્ષણ અને માહિતી, નહાવાના પાણીની ગુણવત્તા, પર્યાવરણ વ્યવસ્થાપન અને સંરક્ષણ, સલામતી અને દરિયા કિનારા પર સુરક્ષા જેવા 34 કડક પર્યાવરણીય માપદંડોનો ખ્યાલ રાખીને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

શિવરાજપુર બીચ

કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું

દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં આવેલો શિવરાજપુર બીચ એકદમ શાંત, રળીયામણો અને પ્રાકૃતિક સમન્વયનું સુંદર નજરાણું છે. શિવરાજપુર બીચ દ્વારકાથી નજીક હોવાથી દ્વારકાધીશના દર્શને આવતા સહેલાણીઓ પણ મોટા પ્રમાણમાં અહીં આવે છે. જેથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટએ તેમને મળેલી સત્તાની રૂએ શિવરાજપુર બિચ પર 5 કિલોમીટરની ત્રિજયામાં પ્‍લાસ્‍ટીકના ઉપયોગ/વપરાશ, વાહનોની અવર-જવર, કચરો ફેંકવા તેમજ કેમપેઇન કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામું 9 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. આ જાહેનામાનો ભંગ કરનારા શિક્ષાને પાત્ર ઠરશે.

ABOUT THE AUTHOR

...view details