ઉલ્લેખનીય છે કે, દ્વારકા શારદાપીઠના જગતગુરૂ શંકરાચાર્ય મહારાજે આજે રામ જન્મભૂમિ પર વાત કરતા જણાવ્યું કે, રામજન્મભૂમિ મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. જેમાં ઘણા લોકોનો ભોગ લેવાયો છે. રામ જન્મ ભૂમિ મેળવ્યા બાદ અત્યારે તેનો હેતુ બદલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી દ્વારકા શારદાપીઠમાં પધાર્યા
દેવભૂમિ દ્વારકા: દ્વારકા શારદાપીઠના પીઠાધીશ્વર શ્રી જગતગુરૂ શંકરાચાર્ય મહારાજ શ્રી સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી આજે દ્વારકા શારદાપીઠના પધાર્યા હતા. ત્યારે તેમણે રામ જન્મભૂમિ ઉપર પ્રતિક્રિયા આપી હતી.
કારણ કે રામ જન્મભૂમિ ઉપર માત્ર ભગવાન શ્રીરામનું જ મંદિર સ્થાપિત થાય તેવા હેતું હતો. પરંતુ હાલમાં એવું જણાઈ રહ્યું છે કે, રામ જન્મભૂમિમાં મંદિરની અંદર ભગવાન શ્રીરામની સાથે સાથે અન્ય મહાપુરૂષોને પણ મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે જે યોગ્ય નથી.
મંદિરની અંદર ભગવાનની મૂર્તિની સ્થાપના કરવી, તેની આરાધના કરવી, તેની પૂજા કરવી જેથી આપણને ઊર્જા મળે છે અને મોક્ષ પણ મળે એવો મંદિરનો સિદ્ધાંત છે. વધુમાં શંકરાચાર્યજી મહારાજે જણાવ્યું કે, હાલમાં જે ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ બનાવી. આટલી મોટી મૂર્તિ બનાવી અને પૈસાનો વ્યય કર્યો તેના સ્થાને જો એટલા જ નાણાંનો ઉપયોગ હોસ્પિટલ બનાવી હોત તો લોકોને વધારે ફાયદાકારક બની હોત. રામજન્મભૂમિ પર માત્ર રામનું બાળસ્વરૂપનું મંદિર બને તેવી જ અમારી ઈચ્છા છે. સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ જેટલી કિંમતની મૂર્તિ જો રામની બને તો તેના પક્ષમાં પણ અમે નથી.