દ્વારકા નગરપાલિકા દ્વારા ઢોલ નગારા સાથે વેરા વસુલાત - ઢોલ નગારા
દ્વારકા : યાત્રાધામ દ્વારકામાં આવેલી દ્વારકા નગરપાલિકા દ્વારા દ્વારકા શહેરમાં વસતા આસામીઓ અને નાના મોટા વેપારીઓને વારંવાર સૂચના આપવા છતાં હજુ ૨૦ થી ૨૫ પચ્ચીસ % જેટલો વેરો બાકી હોવાથી દ્વારકા નગરપાલિકા દ્વારા દ્વારકા શહેરના જાહેર માર્ગો ઉપર અને દ્વારકા શહેરની અંદર આવેલા માઇક સિસ્ટમ દ્વારા એક જાહેર સુચના આપવામાં આવી છે કે આગામી ૧૫ માર્ચ 2020 સુધીમાં તમામ આસામીઓ અને મિલકત ધારકોએ પોતાનો વેરો ભરી જવા વિનંતી, અન્યથા મ્યુનિસિપલ એક્ટ મુજબ મિલકત જપ્તીની કડક કાર્યવાહી કરવામાં આવશે.
નગરપાલિકા દ્વારા ઢોલ નગારા સાથે વેરા વસુલાત
દ્વારકા નગરપાલિકા દ્વારા દર વર્ષે ૮૦થી ૮૫ ટકા જેટલો વેરો ૩૧ માર્ચ પહેલા વસૂલવામાં આવે છે, પરંતુ આ વર્ષે હજુ ૨૦થી ૨૫ ટકા વેરો બાકી રહેતા નગરપાલિકા તંત્ર દ્વારા રોજના પાંચ લાખના ટાર્ગેટના હિસાબે દ્વારકા નગરપાલિકામાં આવેલા માઈક સિસ્ટમ તેમજ રિક્ષામાં શહેરના માર્ગો ઉપર જાહેરાત કરવામાં આવી હતી કે બાકી રહેતા મિલ્કત ધારકોએ જેમ બને તેમ ઝડપથી પોતાનો વેરો ભરી જવા વિનંતી છે. આ તકે વેરો ન ભરનારને પાલિકા એક્ટ મુજબ મિલ્કત ઝપ્ત કરવાની કાર્યવાહી કરશે.