બેટ દ્વારકામાં ભાજપ કરતા કોંગ્રેસને વધુ મતો મળે છે. પરંતુ આ વખતે બેટ દ્વારકાના સમાવેશ થયેલા મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી શાહેબ અને આગેવાનો આજે પૂનમ બેનના પ્રચારના પહેલા દિવસે જ ભાજપમાં જોડાઈ જતા બેટ દ્વારકામાં કોગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. બેટ દ્વારકામાં સમાવેશ થયેલામુસ્લિમ સમાજના પ્રમુખ હાજી સાહેબે જાહેર સભામાં પોતે કોગ્રેસ સાથે છેડો ફાડવાનું કારણ પણ જણાવ્યું હતુંકે બેટ-દ્વારકામાં ૩૦ દિવસે પાણી આવેછે. જે એકમોટો પ્રશ્ન છે જેને લઇનેપાણીની આશા સાથેભાજપમાં જોડાયાછીએ, જેથીઅમારી આ આશા અને માંગણીને મહત્વ આપી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
પુનમબેન માડમે યાત્રાધામ બેટ દ્વારકાથી પ્રચારના કર્યા શ્રી ગણેશ
દેવભૂમિ દ્વારકા: જામનગર અને દેવભૂમિ દ્વારકાના ભાજપના ઉમેદવાર પુનમબેન માડમે યાત્રાધામ બેટ દ્વારકાથી પોતાની ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. દ્વારકા વિધાનસભાના ધારાસભ્ય પબુભા માણેક અને ઓખા નગરપાલિકા વિસ્તારના ભાજપના કાર્યકરો સાથે યાત્રાધામ બેટ દ્વારકાના મદિર રોડ પર ચુંટણી કાર્યાલયથી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. બેટ દ્વારકા બ્રહ્માણ સમાજ, રાજપુત, ખારવા સમાજ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ બેટ જેટી પર પૂનમ બેનનું ફૂલ હાર સાથે સ્વાગત કર્યુ હતુ.
સ્પોટ ફોટો
મુસ્લિમ સમાજના આગેવાનો અને પ્રમુખને આવકારતા ભાજપના સાંસદ ઉમદેવાર પુનમબેન માડમે જણાવ્યું હતુ કેઆચારસંહિતા પૂર્ણ થાય ત્યારે પહેલું કામ હું બેટ દ્વારકાના પાણીના પ્રશ્નનું પૂર્ણ કરીશ અને સાથે સાથે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું કે કોગ્રેસે માત્ર પોતાની વોટ બેંક માટે હિદુ-મુસ્લિમ સમાજને અલગ અલગ રાખ્યા છે પરંતુ હવે તેવુનહિ થાય. બેટ દ્વારકામાં પાણી સિવાય રોજગારી અને અન્ય તમામ પ્રશ્નોનો ઝડપથી નિકાલ કરવામાં આવશે.