ગુજરાત

gujarat

ETV Bharat / state

PGVCLની પ્રિ-મોનસુન કામગીરી શંકાસ્પદ,વીજ પોલ પડતા વાહન ચાલક ગંભીર રીતે ઘવાયો - વરસાદ

ઓખા :દરેક જિલ્લામાં PGVCLની પ્રિ-મોનસુન કામગીરી ચોમાસા શરૂ થતા પહેલા જ કરવામાં આવતી હોય છે. ત્યારે દ્વારકા જિલ્લામાં આવેલા ઓખાની વાત કરવામાં આવે તો, અહીં તંત્ર દ્રારા પ્રિ-મોનસુન કામગીરી  હાથ ધરવામાં આવી છે કે નહીં તે વાતની શંકાઓ સેવાય રહી છે. ઓખામાં સામાન્ય વરસાદથી આરભંડા નજીક આવેલા શીશુ મંદિર પાસે  એક સાથે ત્રણ વિજ પોલ ધરાસાય થયા હતા. વીજ પોલ એક વાહન ચાલક ઉપર પડતા તે યુવાન ગંભીર રીતે ઘવાયો હતો.

dwk

By

Published : Aug 2, 2019, 3:21 AM IST

ઓખા PGVCLની પ્રિ-મોનસુનની એક ટકો પણ કામગીરી કરવામાં આવી નથી વાત અહીં સાબીત થઇ હતી. શહેરમાં પડેલા સામાન્ય વરસાદથી આરભંડા નજીક આવેલા શીશુ મંદિર પાસે એક સાથે ત્રણ વીજ પોલ ધરાસાય થયા હતા.આ વીજ પોલ એક વાહન ચાલક ઉપર પડતા તે યુવાન ગંભીર રીતે ઘવાયો હતો. સ્થનિકો દ્વારા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ અંગે ઓખા PGVCLના અધિકારી એમ.ડી. પટેલને પુછતા તેમણે રાજકારણી જેવો જવાબ આપતા,જણાવ્યું કે વીજ પોલના મુળીયામાં વરસાદી પાણી ભરાઇ જતા વીજ પોલ પડી ગયો હતો.

PGVCLની પ્રિ મોનસુન કામગીરી શંકાસ્પદ,એક વાલન.ચાલક ગંભીર ઘવાયો

ABOUT THE AUTHOR

...view details