ગુજરાત

gujarat

ETV Bharat / state

દેશની દરિયાઈ સુરક્ષાની સાથે યોગ-મેડીટેશનનો અભ્યાસ કરતા ઓખા કોસ્ટ ગાર્ડના જવાનો - Gujarati news

દેવભૂમિ દ્વારકાઃ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની તૈયારી નિમિતે ઓખા કોસ્ટ ગાર્ડના જવાનોએ બ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલયની બહેનો પાસેથી રાજયોગ અને મેડીટેશનથી થતા અનેક લાભોની માહિતી મેળવી હતી.

યોગ-મેડીટેશન

By

Published : Jun 19, 2019, 3:40 AM IST

ઓખા કોસ્ટ ગાર્ડના જવાનો દ્વારા અરબી સમુદ્ર તટ પર થતી હિલચાલનું મોનીટરીંગ કરવામાં આવે છે. ગુજરાતની 1600 કિ.મી. સરહદનું રક્ષણ કોસ્ટ ગાર્ડના જવાનો દિવસ-રાત કરતા હોય છે. ત્યારે આ જવાનોને યોગ અને કસરતની સાથે માનસિક કસરત મળે તેવા હેતુથી ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા બ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલયના નિપૂણ અદ્યાપકો દ્વારા યોગની સાથે રાજયોગ મેડીટેશનની તાલીમ આપવામાં આવી હતી.

યોગ-મેડીટેશનનો અભ્યાસ કરતા ઓખા કોસ્ટ ગાર્ડના જવાનો

યોગ અને કસરતથી માત્ર શારિરિક લાભો મળે છે, પરંતુ રાજયોગ મેડીટેશન દ્વારા માનસિક શાંતિનો અનુભવ થાય છે અને દરેક કાર્યમાં સફળતા પણ મળે છે.

ABOUT THE AUTHOR

...view details