જામખંભાળિયાઃ હાલ વરસાની કોઈ પણ આપદા કે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ગાંધીનગર ખાતેથી ખાસ NDRFની 21 જવાનો અને અધિકારીઓ તેમજ આધુનિક સાધનો અને બોટની ટુકડી જામખંભાળીયા ખાતે આવી પહોંચી છે.
NDRFની ટીમનું જામખંભાળીયામાં આગમન, 24 કલાકમાં 19.5 ઈંચ વરસાદ ખાબક્યો - Jamkhambhaliya News
જામખંભાળિયામાં મેઘરાજાએ જળબંબાકાર કરતા 19 ઇંચથી વધુ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો રાજય સરકાર દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે જામખંભાળીયા ખાતે NDRFની ટુકડી રવાના કરવામાં આવી હતી, જે સોમવારે સવારે જામખંભાળીયા ખાતે આવી પહોચી છે.
NDRFની ટીમનું જામ ખંભાળીયા ખાતે આગમન, 24 કલાકમાં 19.5 ઈંચ વરસાદ ખાબક્યો
વહીવટી તંત્રના આદેશ મુજબ જામખંભાળીયા તેમજ આસપાસના દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં ક્યાંય પણ જરૂર પડે તો તાત્કાલિક NDRFની ટુકડીને રવાના કરવામાં આવશે. હાલ જામખંભાળીયા ખાતે NDRFને સ્ટેન્ડબાય મોડમાં રાખવામાં આવી છે.
મહત્વનું છે કે, ખંભાળિયામાં રવિવારના રોજ આભ ફાટ્યું હતુ અને ગામમાં 19 ઈંચથી પણ વધારે વરસાદ થયો હતો, સમગ્ર વિસ્તારમાં પાણી-પાણી થયું હતું. હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ છે અને રાજ્યના અલગ-અલગ જિલ્લામાં વરસાદ વરસ્યો છે.