જનરલ હોસ્પિટલ ખાતે યોજાયેલા કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ અધિક્ષક ડોક્ટર હરીશ માટાણીએ લીધો હતો. જનરલ હોસ્પિટલના અધિક્ષક ડો. હરીશ મટાણીએ સ્વાગત પ્રવચન તેમ જ ડો. જેઠવાએ આભારવિધિ કરી હતી. રસીકરણના શુભારંભ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવચનમાં સૌ સહભાગી થયાં હતાં. તેમજ રાજ્યની કોરોના સ્થિતિનો ચિતાર રજૂ કરતી ટૂંકી ડોક્યુમેન્ટરીનું પણ આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું.
ખંભાળીયાની જનરલ હોસ્પિટલ ખાતેથી કોરોના રસીકરણ કાર્યક્રમનો શુભારંભ આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ, જિલ્લા પંચાયત પુર્વ પ્રમુખ પી.એસ. જાડેજા, કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી મયૂરભાઇ ગઢવી, નગરપાલિકા પ્રમુખ શ્વેતાબેન શુકલ, જિલ્લા આરોગ્ય અધિકારી પટેલ, તેમ જ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.