ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા - State Dharmendra Singh Jadeja paid a visit to Dwarka

ભગવાન દ્વારકાધીશમાં અખૂટ શ્રદ્ધા ધરાવનાર રાજ્યકક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા આજે બુધવારે બપોરે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા નગરી પહોંચ્યા હતાં.

દેવભૂમિ દ્વારાકા
દેવભૂમિ દ્વારાકા

By

Published : Jul 29, 2020, 2:57 PM IST

દેવભૂમિ દ્વારાકાઃ ભગવાન દ્વારકાધીશમાં અખૂટ શ્રદ્ધા ધરાવનાર રાજ્યકક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા આજે બુધવારે બપોરે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યાં હતા.

દર્શન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "ભગવાન દ્વારકાધીશની શીશ ઝૂકાવીને એ જ પ્રાર્થના કરી છે કે, હાલમાં દેશમાં ચાલતી કોરોના મહામારીમાંથી લોકો ઝડપથી સાજા થાય અને ભારતમાં આ મહામારી વધુ ન ફેલાય."

રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા આજે ભગવાન દ્વારકાધીશના કર્યા દર્શન

આ ઉપરાંત તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું હતું કે, "તમામ લોકોએ સાવચેતી અને જરૂર સરકારની ગાડઈલાઈનનું પાલન કરી તંત્રને મદદરૂપ થવું."

કોરોના મહામારી અંગે દુઃખ વ્યકત કરતા જણાવ્યું કે, "ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના છે કે, જેમ બને તેમ ઝડપથી આ બીમારી દૂર થાય અને આવતા સમયમાં લોકો જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે તેવી દ્વારકાધીશને પ્રાર્થના.”

ABOUT THE AUTHOR

...view details