ગુજરાત

gujarat

ETV Bharat / state

સકકરબાગની એક સિંહની જોડી આસામના ગુવાહાટી મોકલાઇ

દેવભૂમિ દ્વારકા : પ્રાણીઓની અદલાબદલી નવાબી કાળથી રેલ માર્ગેથી કરવામાં આવે છે. કેન્દ્ર સરકારની એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગના બે સિંહને આસામના ગુવાહાટી ઝૂમાં લઇ જવામાં આવ્યા છે. જ્યારે ત્યાંથી બે રીંછને સક્કરબાગ ખાતે લવાશે.

By

Published : Jul 14, 2019, 2:51 AM IST

સકકરબાગની એક સિંહની જોડી આસામના ગુવાહાટી મોકલાઇ

એનિમલ એક્સચેન્જ પ્રોગામ હેઠળ જુનાગઢ સક્કરબાગના બે સિંહને ગુવાહાટી મોકલવામા આવ્યા છે. આ બે સિંહોને સક્કરબાગ ઝૂથી ઓખાથી ઉપડતી ઓખા ગુવાહાટી ટ્રેનમા તબીબી ટીમની દેખરેખ હેઠળ બન્ને સિંહને રેલ યાત્રા દ્વારા આસામ ગુવાહાટી લઈ જવામાં આવી રહ્યા છે. આ સિંહોને રસ્તામા ભોજન અને પીવાના પાંણીની વ્યવસ્થા કરવામા આવી હતી.

સકકરબાગની એક સિંહની જોડી આસામના ગુવાહાટી મોકલાઇ

તેમજ R.F.Oની ટીમ દ્વારા આ બન્ને સાવજોને ગુવાહાટી મુક્યા બાદ ત્યાથી બે રીંછને સકકરબાગ માટે લાવવામા આવશે. સક્કરબાગના બે સિંહોની સામે આસમથી બે રીછની અદલા બદલી કરવામાં આવી છે. R.F.Oની ટીમ સાથે ડોક્ટરોની ટીમ સહિત 8 સભ્યોની ટીમ આ બંને સિંહોને આસામ ગુવાહાટી ઝૂ ખાતે રવાના થઈ છે.

ABOUT THE AUTHOR

...view details