ગુજરાત

gujarat

ETV Bharat / state

કુદરતનો પ્રકોપ દ્વારકાધીશે લીધો પોતાને શિરે , મંદિર પર વીજળી પડતા ધજાને થયું નુકસાન - દ્વારકાધીશ મંદિર પર વિજળી પડી

હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે, દેવભૂમિ દ્વારકામાં પણ ભારે કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન, દ્વારકાધીશ મંદિર પર વિજળી પડી હોવાની ઘટના બની હતી. આ ઘટનામાં મંદિરની ધજાને જ નુકસાન થયું હતું, પરંતુ મંદિરને કોઈ જાતનું નુકસાન થયું ન હતું.

દ્વારકાધીશ મંદિર પર વિજળી પડી
દ્વારકાધીશ મંદિર પર વિજળી પડી

By

Published : Jul 13, 2021, 8:25 PM IST

  • દેવભૂમિ દ્વારકામાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ
  • દ્વારકાધીશ પર વીજળી પડવાની ઘટના બની
  • મંદિર ઉપર વીજળી પડતા ધજા ફાટી ગઈ

દેવભૂમિ દ્વારકા : સૌરાષ્ટ્ર પંથકમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જોકે જામનગર શહેરમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો હતો. આ દરમિયાન, દ્વારકાધીશ પર વીજળી પડવાની ઘટના બની હતી. જેમાં મંદિરને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું.

આ પણ વાંચો:યુપી-રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વીજળી પડતા 60 લોકોના મોત

દ્વારકાધીશે વીજળી પોતાના પર જીલી

દેવભૂમિ દ્વારકામાં આવેલા જગત મંદિર દ્વારકાધીશ પર વીજળી પડવાની ઘટના બની હતી. દેવભૂમિ દ્વારકામાં મંગળવાર બપોર બાદ કલ્યાણપુર સહિતના તાલુકાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કડાકા-ભડાકા સાથે શરૂ થયેલો વરસાદ અનેક ગામડાઓમાં નોંધાયો હોવાની માહિતી મળી હતી. આ દરમિયાન જગત મંદિર પર વીજળી પડતા લોકો દ્વારા અનેક તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે. દ્વારકાધીશ મંદિર પર વીજળી પડતાં તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

આ પણ વાંચો:નખત્રાણાની બજાર જળબંબાકાર, વરસાદથી રાજ્ય ધોરીમાર્ગ થયો બંધ

દ્વારકા પથંકમાં કડાકા-ભડાકા સાથે વરસાદ

દેવભૂમિ દ્વારકાના સ્થાનિકોએ જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા પર જે સંકટ આવ્યું હતું તે દ્વારકાધીશએ પોતાના પર લઈ લીધું છે, માત્ર મંદિરની ધજાને જ નુકસાન થયું છે અને ધજા તૂટી ગઈ છે. જોકે મંદિરમાં કોઈ પણ જાતની નુકસાની થઈ નથી.

ABOUT THE AUTHOR

...view details