ગુજરાત

gujarat

ETV Bharat / state

India Pakistan Water Border : પાકની વધુ એક નાપાક હરકત, પાકિસ્તાને કર્યું વધુ એક બોટનું અપહરણ

ઓખા થી ઓપરેટ થયેલ મૂળ નવસારીની સત્યવતી બોટનું પાક મરીન અપહરણ (Pakistan Abducted Satyavati Boat) કર્યાની પુષ્ટિ સામે આવી છે. આ બોટનું અપહરણ સાથે માછીમારોને પણ અપહરણ કર્યાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા 10 દિવસમાં ત્રણ બોટની (India Pakistan Water Border) પાકિસ્તાને અપહરણ કરી છે.

India Pakistan Water Border : પાકની વધુ એક ના-પાક હરકત, પાકિસ્તાને કર્યું વધુ એક બોટનું અપહરણ
India Pakistan Water Border : પાકની વધુ એક ના-પાક હરકત, પાકિસ્તાને કર્યું વધુ એક બોટનું અપહરણ

By

Published : Feb 2, 2022, 8:44 AM IST

દેવભૂમિ-દ્વારકા : પરિવારનું ગુજરાન ચલાવવા માટે જીવની પરવા કર્યા વગર માછીમારો ફિશિંગ માટે જાય છે. ત્યારે ગઈ કાલે સત્યવતી બોટ મધ દરીયે (India Pakistan Water Border) ફિશિંગ માટે ગઇ હતી. તે દરમિયાન સત્યવતી બોટ સંપર્ક વિહોણી (Pakistan Abducted Satyavati Boat) બની હતી. પાકિસ્તાન મરીને ઓપરેશન મુસ્તડ દરમિયાન પેટ્રોલિંગ સમયે ભારતીય બોટ અને 2 માછીમારોને પૂછપરછ માટે કરાંચી લઈ ગયા હોવાની માહિતી મળી છે.

છેલ્લા 10 દિવસમાં ત્રણ બોટનું કર્યું અપહરણ

પાકની વધુ એક ના-પાક હરકત, પાકિસ્તાને કર્યું વધુ એક બોટનું અપહરણ

આ ઉપરાંત ટુંક સમય પહેલા પાકિસ્તાને ભારતની બે બોટનું અપહરણ કર્યું હતું. જેમાં પોરબંદર નજીક આવેલી ભારતીય જળ સીમા પરથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા એક ભારતીય બોટ અને ત્રણ માછીમારોનું (Porbandar Fishing Boat) અપહરણ કર્યું હતું. તેમજ ઓખા ના દરિયા કિનારેથી તુલસી મૈયા નામની બોટ સાથે 7 માછીમારોનાં અપહરણ (7 Fishermen Abducted from Okha Sea) કર્યાના સમાચાર મળ્યા હતા. ત્યારે ફરી પાછી નાપાક હરકત સામે આવી રહી છે.

આ પણ વાંચોઃઓખાના દરિયામાં પાકિસ્તાનની નાપાક હરકત: જાણો, શા માટે 7 માછીમારોનું કરાયું અપહરણ?

પાક બોટ સાથે માછીમારોનો વિડિઓ જાહેર કર્યા

છેલ્લા બીજી બોટનું અપહરણ થતાં માછીમારોમાં ખૌફની લાગણી છવાઈ ગઈ છે. માછીમારો માટે પોતાનું ગુજરાન ચલાવવા એક જ વ્યવસાય છે. માછીમારી અને એમાં પણ જો આમને આમ રહ્યું તો સરકાર દ્વારા કડક પગલાં ભરવાના રહેશે. આ નાપાક હરકત બાદ પાક મરીન દ્વારા સત્યવતી બોટનો (Pakistan Abducted Indian Boat) વિડિઓ પણ જાહેર કરાયો છે. જેમાં માછીમારોનો વિડીયો (Abducted of 2 Fishermen with Satyavati Boat) પણ જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃIndia Pakistan water border: પાકની નાપાક હરકત, ભારતીય જળસીમાં પરથી બીજી બોટ સાથે માછીમારોનું અપહરણ

ABOUT THE AUTHOR

...view details