- આરોપીએ પથ્થરના ઘા જીંકી હત્યા કરી હોવાની કબૂલાત કરી
- બોથડ પદાર્થ વડે માર મારી શરીરે પ્રાણઘાતક જીવલેણ ઘા કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરી
- જિલ્લા પોલીસ દ્વારા તાત્કાલિક આરોપીની ધરપકડ
દેવભૂમિ દ્વારકા : કુરંગા ગામે વાડી વિસ્તારમાં રહેતા વાલાભાઈ હાથીયાને અજાણ્યા માણસો દ્વારા માથાના ભાગે બોથડ પદાર્થ વડે માર માર્યો હતો. શરીરે પ્રાણઘાતક જીવલેણ ઘા કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરી હતી. તેનો મૃતદેહ ગત તા.5 ફેબ્રુઆરીના રોજ મળી આવ્યો હતો. જેનો દ્વારકા પોલીસ મથકે IPCની કલમ 302 અને GP એક્ટ 135 કલમ મુજબનો ગુનો નોંધાયો હતો. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા SPના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં દ્વારકા જિલ્લા LCB, SOG અને જિલ્લાના DYSP, ST, SC સેલના DYSP દ્વારકા પોલીસ સહિતની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.