દેવભૂમિ દ્વારકાઃ જન્માષ્ટમી 2020ની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી તારીખ 10થી 13 ઓગસ્ટ સુધી યાત્રિકોને દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશ માટે મનાઈ કરવામાં આવી છે. દ્વારકાના જાગૃત નાગરિક જયંતિભાઈ કણઝારીયા દ્વારા જાહેરનામા અનુસંધાને લેખિતમાં જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે.
જાગૃત નાગરિકે લેખિતમાં કરી રજૂઆત પગપાળા ચાલીને આવતા ગ્રામ્ય લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. તેને માત્ર 5 સેકન્ડ દર્શન કરે તે પહેલા જ બહાર કાઢી મૂકવામાં આવે છે, જ્યારે VIP લોકો કલાકો સુધી મુખ્ય મંદિરમાં ઉભા રહે છે. તો શું આ વખતે જિલ્લા કલેકટર દ્વારા VIP લોકો પાસે જાહેરનામાનું પાલન કરાવવામાં સફળ થશે? દર વર્ષે જન્માષ્ટમી તહેવાર દરમિયાન મંદિરમાં VIP આવી જાય છે અને મુખ્ય ગર્ભગૃહમાં કલાકો સુધી ઉભા રહી જાય છે. ભૂતકાળમાં દૂર દૂરથી પગપાળા ચાલીને આવતા ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારકા આવીને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેતા હોય છે. પછી 4-5 સેકન્ડ માટે દ્વારકાધીશના દર્શન થાય તે પહેલા તો પોલીસ દ્વારા ધક્કો મારીને બહાર કાઢી મૂકવામાં આવ્યા હોવાનું યાત્રિકો દ્વારા ફરિયાદો ઉઠી હતી. પરંતુ આ વર્ષે જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન જિલ્લા કલેકટર ડો. નરેન્દ્ર મીણા દ્વારા જાહેરનામું બહાર પાડી ચાર દિવસ સુધી યાત્રિકોને દર્શન કરવા માટે મનાઈ કરવામાં આવી છે, તો શું દર વર્ષેની જેમ આ વર્ષે પણ VIPઓને દ્વારકા મંદિરમાં જવા દેવામાં આવશે કે પછી સ્થાનિક તંત્ર દ્વારા જાહેરનામાનું કડક રીતે પાલન કરાવવામાં આવશે. દેવભૂમિ દ્વારકામાં કલેકટરના જાહેરનામા સામે જાગૃત નાગરિકે લેખિતમાં કરી રજૂઆત