ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓખાના દરિયામાંથી 300 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 10 પાકિસ્તાનીઓ ઝડપાયા - 10 જેટલા પાકિસ્તાની ઝડપાયા

ઓખાના દરિયામાંથી 300 કરોડનું ડ્રગ્સ ઝડપાયું (300 crore of drugs seized from Okha sea) છે. ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડના સંયુકત ઓપરેશનમાં (ats and coast guard join operation) ઓખાના દરિયામાંથી 40 કિલો ડ્ર્ગ્સ ઝડપી પાડ્યું છે. જેમાં 10 પાકિસ્તાનીઓ ઝડપાયા છે. (300 crore of drugs seized by ats)

દ્વારકા ઓખાના દરિયામાંથી 300 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
દ્વારકા ઓખાના દરિયામાંથી 300 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

By

Published : Dec 26, 2022, 6:53 PM IST

Updated : Dec 26, 2022, 7:38 PM IST

દ્વારકા:ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડના સંયુકત ઓપરેશનમાં (ats and coast guard join operation) ઓખાના દરિયામાંથી 40 કિલો ડ્ર્ગ્સ ઝડપી (300 crore of drugs seized from Okha sea) પાડ્યું છે. ગુજરાત ATSએ 300 કરોડના ડ્રગ્સ સાથે 10 જેટલા પાકિસ્તાનીઓને ઝડપી લીધા છે. (40 kg of drugs seized by ats)

ઓખાના દરિયામાંથી 300 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

40 કિલો ડ્ર્ગ્સ ઝડપાયું:ગુજરાત ATSએ ઓખાના દરિયામાંથી 40 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડના સંયુકત ઓપરેશનમાં 300 કરોડ જેટલું ડ્રગ્સ ઝડપાયું હતું, અલ સોહિલ નામની પાકિસ્તાની બોટમાંથી હથિયાર, દારૂ ગોળા સહિત 10 જેટલા પાકિસ્તાનીઓને ઝડપી લીધા છે. (Gujarat Border Dwarka okha 300 crore drugs seized)

ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન: ગુજરાતના દરિયામાં ઘૂસણખોરી જેવી દેશવિરોધી પ્રવૃતિઓને રોકવા માટે એટીએસ અને કોસ્ટગાર્ડે દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે 26 ડિસેમ્બરની રાત્રિ દરમિયાન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ICG એ તેના જહાજ ICGS અરિંજયને પાકિસ્તાન સાથે નેશનલ ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન (IMBL) પર તૈનાત કર્યું છે. પેટ્રોલિંગ દરમિયાન દરિયામાંથી અજાણી બોટ મળી આવતાં એટીએસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા એલર્ટ જાહેર કરાયું હતું. ICG ટીમે પાકિસ્તાની ફિશિંગ બોટ અલ સોહેલીને અટકાવી હતી. ત્યારબાદ બોટની તપાસ કરવામાં આવતાં આશરે 40 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. 300 કરોડ રૂપિયાના શસ્ત્રો, દારૂગોળો અને લગભગ 40 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા હતા. ક્રૂ સહિત બોટને પકડી લેવામાં આવી છે અને વધુ તપાસ માટે ઓખા લાવવામાં આવી રહી છે.

10 જેટલા પાકિસ્તાની ઝડપાયા: ગુજરાત ATSએ 300 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બોટમાં સવાર ખલાસીઓ અને શખ્સો પાકિસ્તાની નાગરિક હોવાનું સામે આવ્યું છે. તપાસકર્તાઓએ 10 જેટલા પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી છે. પાકિસ્તાનીઓ પાસેથી બંદૂકો, જીવતા કારતૂસ અને દારૂગોળો મળી આવ્યો છે. ડ્રગ્સ, હથિયાર અને ગોળા બારુદ સાથ ઝડપાયેલ તમામ પાકિસ્તાનીઓની અલગ અલગ સુરક્ષા એજન્સીઓ ઓખા કોસ્ટગાર્ડ ખાતે સઘન પૂછપુરછ કરશે.

Last Updated : Dec 26, 2022, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details