- ધર્મેન્દ્રસિંહ જાડેજા રાજ્ય કક્ષાના પ્રધાન દ્વારા બુક વિમોચન કરવામાં આવ્યું
- ભાણવડના ઘુમલી ખાતે વીરદેવસિંહ જેઠવા દ્વારા લેખ લખવામાં આવ્યો
- આ બુકમાં જેઠવા વંશની પ્રાચીન નગરી ઘૂમલી અને બરડા ડુંગરનો ઇતિહાસ
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના ભાણવડ તાલુકામાં ઘુમલી ગામ ખાતે ઘુમલી અને બરડા ડુંગરનો ઇતિહાસની બુકની રચના કરવામાં આવી છે જે બુકનું રાજ્ય કક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) ના વરદ હસ્તે વિમચન કરવમાં આવ્યુ હતુ.
ઘૂમલી અને બરડા ડુંગરનો ઇતિહાસનો લખાયો લેખ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં ઘુમલી ગામ ખાતે ઘુમલી અને બરડા ડુંગરનો ઇતિહાસનો લેખ વિરદેવસિંહ જેઠવા દ્વારા લખવમાં આવ્યો છે. આ લેખ જેઠવા વંશની પ્રાચીન નગરી ઘૂમલી અને બરડા ડુંગરની ઇતિહાસ અને સ્થાપત્યોને ઉજાગર કરવા માટે લખવામાં આવ્યો હતો. તેવું લેખક વિરદેવસિંહ જેઠવાએ જણાવ્યું હતુ.
બુક વિમોચન કાર્યક્રમમાં હાજર રહેલા મહાનુભાવો
આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના પ્રાધાન ધર્મન્દ્રસિંહ જાડેજા, પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ અને ડાયરેક્ટર સૌરાષ્ટ્ર GTPLના રાજભા મનુભા જેઠવા અને પાંડાવદરા સરપંચ ધર્મન્દ્રસિંહ જેઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા પી.એસ.જાડેજા સહિતના ખરેડી સ્ટેશનાના કુમાર અને ધર્મરાજસિંહ વાધેલા અને મહાનુભાવોએ ખાસ હાજરી આપી હતી.