- જામ ખંભાળિયા નગરપાલિકાની 28 બેઠકો પર ચૂંટણી
- 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે મતદાન
- ભાજપના ઉમેદવારોએ શરૂ કર્યો પ્રચાર
જામ ખંભાળિયા નગરપાલિકાની 7 વૉર્ડની 28 બેઠક પર યોજાશે ચૂંટણી - Khambhaliya Nagarpalika General Election
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં 28 ફેબ્રુઆરીના રોજ 7 વૉર્ડની 28 બેઠકો પર ચૂંટણીમાટે મતદાન યોજાશે. ત્યારે શુક્રવારથી ભાજપ દ્વારા પ્રચારની શરૂઆત કરી દેવાઈ છે.
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના જામ ખંભાળિયામાં 28 ફેબ્રુઆરીના રોજ 7 વૉર્ડની 28 બેઠકો પર ચૂંટણીમાટે મતદાન યોજાશે. ત્યારે શુક્રવારથી ભાજપ દ્વારા પ્રચારની શરૂઆત કરી દેવાઈ છે. કુલ 7 વૉર્ડમાં 28 ઉમેદવારો ભાજપ દ્વારા મેદાને ઉતારવામાં આવ્યાં છે, ત્યારે વૉર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવારો પ્રચાર કરવા નીકળ્યા હતા.
ભાજપના ઉમેદવારોએ મતદારોને રીઝવવાનો કર્યો પ્રયત્નો
ભાજપના ઉમેદવારોએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં પણ આ રીતે જ વિકાસના કામો થશે. જન-જન સુધી અને નાનામાં નાના માનવી સુધી વિકાસના કાર્ય પહોંચે તે રીતે આગામી સમયમાં પણ ભાજપ દ્વારા વિકાસના કામો કરવામાં આવશે. તેમજ બહુમતીથી ભાજપને જીત મળે તે રીતે વધુમાં વધુ મતદાન કરવા લોકો અને વેપારીઓને અનુરોધ કર્યો હતો. ભાજપના ચાર ઉમેદવારો શુક્રવારે ખંભાળિયાની શેરીઓમાં અને જોધપુર નાકા વિસ્તારમાં પસાર કરવા પહોંચ્યા હતા અને મતદારોને રીઝવવાનો પ્રયત્નો કર્યા હતા.