દેવભૂમિ દ્વારકાઃ કોરોના વાઇરસના અઢી માસના લોકડાઉન બાદ ભક્તો માટે દ્વારકાધીશનું મંદિરમાં રાજ્યકક્ષાના પ્રધાને ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવીને આભાર પ્રગટ કર્યો હતો. તેમને જણાવ્યું કે, ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપાથી આપણે વાવાઝોડા અને કોરોના વાઇરસના કહેરમાંથી બચી ગયા છીએ.
રાજ્યકક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ દ્વારકાધીશના મંદિરે દર્શન કર્યા - ધર્મેન્દ્રસિંહ જાડેજા
રાજ્ય કક્ષાના પ્રધાન જાડેજાએ ભગવાન દ્વારકાધીશના મંદિરે દર્શન કર્યા હતા. આ સાથે ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોને સાવધાની પૂર્વક દર્શન કરી સાવચેત રહેવાની અપીલ કરી હતી.
દ્વારકાધીશ મંદિર
કોરોના વાઇરસ પહેલા અને પછી નિસર્ગ વાવાઝોડું દ્વારકા અને સોમનાથ તરફ આગળ વધ્યું હતું. દ્વારકાધીશની કૃપાથી અહીં કોઈ નુકસાની થવા પામી ન હતી. આવી જ રીતે કોરોના વાઇરસમાં પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકાધીશની કૃપાથી ખૂબ જ રાહત છે. અઢી માસના લોકડાઉન બાદ દ્વારકાધીશનું મંદિર ખુલ્યું છે. કોરોના વાઇરસના ફેલાવા વચ્ચે ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોએ ઓછી ભીડ કરી અને સાવચેતી પૂર્વક દર્શન કરવા અપીલ કરી છે.
Last Updated : Jun 9, 2020, 6:57 PM IST