ગુજરાત

gujarat

ETV Bharat / state

આજથી દ્વારકાધીશ મંદિર ભક્તો માટે ખુલશે, તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાને આખરી ઓપ અપાયો - લોકડાઉન બાદ મંદિર ખુલશે

આજથી દ્વારકાધીશ મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે. તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાને આપવામાં આવ્યો આખરી ઓપ અપાયો છે.

ો
આજથી દ્વારકાધીશ મંદિર ભક્તો માટે ખુલશે, તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાને આખરી ઓપ અપાયો

By

Published : Jun 8, 2020, 12:08 AM IST



દ્વારકાઃ કોરોના વાઈરસના અઢી માસના લોક ડાઉનલોડ બાદ આજે સોમવારથી દ્વારકાધીશ મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે.

કોરોના વાઈરસની મહામારી હજુ પણ ખતરા સમાન હોવાથી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા કડક નિયમો સાથે આજે સવારે 6: 45 થી મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે. આ દરમિયાન નીચે પ્રમાણેના નિયમોનું કડક પણે પાલન કરાશે.

આજથી દ્વારકાધીશ મંદિર ભક્તો માટે ખુલશે, તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાને આખરી ઓપ અપાયો
(1) દ્વારકાધીશ મંદિરમાં કોઈપણ જાતની વધુ ભીડ ન થાય, તેમ જ યાત્રાળુએ મંદિરની વ્યવસ્થા મુજબ દર્શન કરવા જેવું .(2) મંદિરમાં માસ્ક ફરજિયાત પહેરીને જવું.(3) સોશિયલ ડિસ્ટન્સ રાખીને દર્શન કરવા અને મંદિર ફરજ પરના અધિકારીઓને સંપૂર્ણ સાથ-સહકાર આપો જેવી કડક સૂચનાઓ સાથે લોકો માટે મંદિર ખોલવામાં આવ્યું છે.(4) દ્વારકાધીશ મંદિર સમય દરમિયાન મંદિરમાં દર્શન કરવા સમયે કોઈ પણ સ્થળ ઉપર અડવાણી સખત મનાઇ કરવામાં આવી છે.(5) મંદિરના દર્શન ના સમયે મંદિરની અંદર ફરજ પરના અધિકારીઓ અને પૂજારીઓને સ્પર્શ ન કરવાની કડક સૂચના આપવામાં આવી છે .(6) મંદિર પરિસરમાં ધુમ્રપાન અને મંદિર ની આરતી લેવા માટે એકઠા થવાની પણ મનાઇ કરવામાં આવી છે.લાંબા સમય બાદ દ્વારકાધીશ મંદિરને ભક્તો માટે ખોલવામાં આવતું હોવાથી દ્વારકા તેમજ દ્વારકા બહારના આવતા ભક્તોએ શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા આપવામાં આવેલા કડકો સૂચનો સાથે મંદિરમાં પ્રવેશ કરવો તેવી સમિતિ દ્વારા જાહેર અપીલ કરી છે

ABOUT THE AUTHOR

...view details