ગુજરાત

gujarat

ETV Bharat / state

Dwarka Island Ban: દેવભૂમિ દ્વારકાના આ 21 ટાપુ પર અવરજવરનો પ્રતિબંધ

શ્રધ્‍ધાળુઓના વેશમાં રાષ્‍ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો નિર્જન ટાપુ (Dwarka Island Ban)ઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતા હોવાથી જીલ્લાના સમુદ્ર વિસ્તારમાં આવેલ 21 ટાપુઓ પર જવા જિલ્લા મેજિસ્ટ્રેએ આજ રોજ તારીખ 60 દિવસ પ્રતિબંધ ફરમાવ્યો છે.

By

Published : Dec 30, 2021, 11:01 PM IST

Dwarka Island Ban: દેવભૂમિ દ્વારકાના આ 21 ટાપુ પર અવરજવરનો પ્રતિબંધ
Dwarka Island Ban: દેવભૂમિ દ્વારકાના આ 21 ટાપુ પર અવરજવરનો પ્રતિબંધ

દેવભૂમિ દ્વારકા: જીલ્લાના સમુદ્ર વિસ્તારમાં આવેલ 21 ટાપુઓ પર જવા દેવભૂમિ દ્વારકા (Dwarka Island Ban) અધિક જિલ્લાના મેજિસ્ટ્રે (Devbhoomi Dwarka Magistrate)એ આજ રોજ તારીખ ૩૦/૧૨/૨૦૨૧ થી ૨૭/૦૨/૨૦૨૧ સુધી એમ કુલ 60 દિવસ પ્રતિબંધ ફરમાવ્યો છે. આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્‍થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના શ્રધ્‍ધાળુઓ અવર જવર કરતા હોય છે.

Dwarka Island Ban: દેવભૂમિ દ્વારકાના આ 21 ટાપુ પર અવરજવરનો પ્રતિબંધ

ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ

શ્રધ્‍ધાળુઓના વેશમાં રાષ્‍ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતા નકારી શકાય નહી. આજના યુગમાં ગેર કાયદેસર કાર્ય કરનારા માણસો વધી ગયા હોવાથી અને પોલીસના ડરથી એ લોકો છુપાવા માટે અહી વિરાન ટાપુનો સહારો લે છે.

અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટનુ જાહેરનામું

ત્રાસવાદી જુથો સંગઠનો દ્વારા દેશના મહત્‍વના ચાવીરૂપ સંસ્‍થાઓ તેમજ મહત્‍વના ધાર્મિક સ્‍થાનો, ભીડવાળા સ્‍થળોએ હુમલા કરી ભાગફોડ તથા હિંસા કરે તેવી શકયતા રહેલી છે. આ ટાપુઓ આ પ્રકારના કાર્ય કરી ને છુપવા માટે એક યોગ્ય સ્થળ બની ગયેલ છે. આવી પ્રવૃતિઓના કારણે જનસલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતીનો ભંગ ન થાય તે હેતુથી અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ (Dwarka Magistrate Notice)દેવભૂમિ દ્વારકાએ આજરોજ જાહેરનામું પ્રસિધ્‍ધ કરી જિલ્‍લામાં આવેલ 21 ટાપુઓ પર તારીખ 27/02/2022 સુધી અવર જવર પ્રતિબંધ લાદ્યો છે.

પ્રતિબંધધિત ટાપુની વિગત

(૧) ધાની ઉર્ફે ડની ટાપુ,
(૨) ગાંધીયોકડો ટાપુ,
(૩) કાલુભાર ટાપુ,
(૪) રોઝી ટાપુ,
(૫) પાનેરો ટાપુ,
(૬) ગડુ (ગારૂ) ટાપુ,
(૭) સાનબેલી (શિયાળી) ટાપુ,
(૮) ખીમરોઘાટ ટાપુ,
(૯) આશાબાપીર ટાપુ
(૧૦) ભૈદર ટાપુ
(૧૧) ચાંક ટાપુ
(૧૨) ધબધબો (દબદબો) ટાપુ
(૧૩) દીવડી ટાપુ
(૧૪) સામીયાણી ટાપુ
(૧૫) નોરૂ ટાપુ
(૧૬) માન મરૂડી ટાપુ
(૧૭) લેફા મરૂડી ટાપુ
(૧૮) લંધા મરૂડી ટાપુ
(૧૯) કોઠાનું જંગલ ટાપુ
(ર૦) ખારા મીઠા ચુષ્‍ણા ટાપુ
(ર૧) કુડચલી ટાપુ

આ પણ વાંચો:Crime In DevBhumi Dwarka: દ્વારકા જિલ્લાનુ હર્ષદ બંદર બન્યું ક્રાઇમ સ્થળ

આ પણ વાંચો:Drug Mafia Corridor : ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓનો બન્યો કોરીડોર, જાણો કેમ...

ABOUT THE AUTHOR

...view details