ઓખા અને બેટ દ્વારકા વચ્ચે નવા સિગ્નચર બ્રિજનું નિર્માણ થઇ રહ્યું છે. આ બ્રિજ આસપાસથી મોટા ભાગની બોટો ફેરા કરે છે અને લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવાનુ કાર્ય કરે છે. જ્યારે, એક પેસેન્જર બોટ જતી હતી. ત્યારે, અચાનક સિગ્નેચર બ્રિજના પીલર સાથે ટકરાઇ હતી. ત્યારબાદ, બોટ ચાલકે બોટને કાબૂમાં લઇને બહાર તરફ લઇ જવાનો પ્રયત્ન કર્યો હતો. છતાં બોટનો એક બાજૂનું ભાગ પાણીમાં ડૂબવા લાગ્યો હતો. ત્યારબાદ, આસપાસના લોકોએ બોટને બહાર લઇ જવામાં મદદ કરી હતી. છતા પણ લોકો બોટ દરીયામાં ડૂબતી બચાવી શક્યા ન હતા.
બેટ દ્વારકા અને ઓખા વચ્ચે નિર્માણ સિગ્નેચર બ્રિજના પોલ સાથે ટકરાતા બોટ ડુબી, જૂઓ વિડિયો - દેવભૂમી દ્વારકામાં બોટ ડૂબી
દેવભૂમી દ્વારકાઃ બેટ દ્વારકા અને ઓખા વચ્ચે બનતા સિગ્નેચર બ્રિજના કામમા બેદરકારીને કારણે એક ફેરી બોટ ડુબી ગઇ છે. જ્યારે, સદનશીબે કોઇ જાન હાની થઈ નથી.
બેટ દ્વારકા અને ઓખા વચ્ચે નિર્માણ સિગ્નેચર બ્રિજના પોલ સાથે ટકરાતા બોટ ડુબી, ETV BHARAT
મળતી માહિતી મુજબ આ બોટ બેટ દ્વારકાના રહેવાસી નુરમામદ કારાણીની હોવાનું જાણવા મળ્યું છે. લોખડના પીલોર સમુદ્રની અંદર છે. જે બ્રિજ કોન્ટ્રકટર દ્વારા પીલર ઉપર કોઈ નીશાની ન હોવાથી અકસ્માત થયો હતો. જોકે સદનશીબે બોટ ખાલી હતી અને કોઈને જાનમાલનુ નુકશાન થયું નથી.