ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકાના કલ્યાણપુરમાં માથામાં પથ્થર ઝીંકી વૃદ્ધાની હત્યા - Crime news

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં વિપ્ર વૃદ્ધાના ઘર પાસેના ફળિયામાં જ માથાના ભાગે પથ્થરનો ઘા ઝીંકી ઢીમ ઢાળી દેવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસનો કાફલો દોડી ગયો હતો. પોલીસે હત્યાની આશંકા દર્શાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે.

વૃદ્ધાનો હત્યા કરાયેલો મૃતદેહ ભેદી સંજોગોમાં મળ્યો
વૃદ્ધાનો હત્યા કરાયેલો મૃતદેહ ભેદી સંજોગોમાં મળ્યો
author img

By

Published : Feb 2, 2021, 4:11 PM IST

  • કલ્યાણપુરમાં માથામાં પથ્થર ઝીંકી વૃદ્ધાની હત્યા
  • અવાવરૂ મકાનમાંથી વૃદ્ધાનો મૃત્તદેહ મળી આવ્યો
  • જયાબેન ભોગાયતા નામના વૃદ્ધાની હત્યા

દેવભૂમિ દ્વારકા: જિલ્લાના કલ્યાણપુરમાં વિપ્ર વૃદ્ધાના ઘર પાસેના ફળિયામાં જ માથાના ભાગે પથ્થરનો ઘા ઝીંકી ઢીમ ઢાળી દેવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસનો કાફલો દોડી ગયો હતો.

હત્યા કરાયેલો મૃતદેહ ભેદી સંજોગોમાં મળ્યો

મળતી વિગત અનુસાર કલ્યાણપુરમાં પીપળા શેરીમાં રહેતા જયાબેન ભોગાયતા નામના વૃદ્ધાનો ઘર પાસે અવાવરૂ મકાનમાંથી માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાયેલો મૃતદેહ ભેદી સંજોગોમાં મળી આવ્યો હતો.

મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયો

બનાવની જાણ થતાં એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. મૃત્તક વૃદ્ધા અને તેમના વયોવૃદ્ધ પતિ બન્ને સાંજે ગામમાં હટાણું કરવા માટે ગયા હતા, ત્યારબાદ વૃદ્ધા ઘરે પરત ફર્યા હતા. જ્યારે તેમના પતિ બજારમાં થોડીવાર રોકાયા બાદ મોડેથી ઘરે પહોંચી દરવાજો ખખડાવતા કોઈ જવાબ મળ્યો ન હતો જેના પગલે વૃદ્ધ સહિતના આજુબાજુના લોકોએ તપાસ કરતા ઘરના ફળિયા પાસેના અવાવરૂ મકાનમાંથી માથાના ભાગે ગંભીર ઈજા પામેલા વૃદ્ધાનો મૃતદેહ નજરે પડ્યો હતો. પ્રાથમિક તબક્કે બનાવ હત્યાનો હોવાની આશંકા દર્શાવી પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details