દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહિલા ૫ોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેના નામથી ફેસબુક પર કોઈએ ખોટી આઈડી બનાવી છે. આ બોગસ એકાઉન્ટમાં તેની પ્રોફાઈલમાં યુવતી સાથે અજાણ્યા યુવાનનો ફોટો અપલોડ કરી આ યુવતીને બદનામ કરવાની કોશિશ કરી હતી. ફરિયાદના આધારે વિવિધ ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી ફેસબુક સોશિયલ સાઈટ પાસેથી એકાઉન્ટ સબંધી વિગતો મંગાવાઈ હતી. આઈ.પી. એડ્રેસ, યુ.આર.એલ. એડ્રેસ તેમજ બોગસ એકાઉન્ટ બનાવનાર શખ્સ દ્વારા ઉપયોગમાં લેવાયેલા ડીવાઈઝ, સીમકાર્ડના નંબર, આરોપીના મેઈલ એકાઉન્ટની વિગત પોલીસને મળી હતી.
યુવતીને બદનામ કરવા ફેક આઈ ડી બનાવનારની ધરપકડ - information tecnology act
દેવભૂમિ દ્વારકાઃ શહેરની યુવતીના નામનું ફેક આઈડી બનાવી બદનામ કરવાની કોશિશ કરનાર એક શખ્સની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી બોગસ એકાઉન્ટ બનાવવા ઉપયોગમાં લીધેલા મોબાઈલ, સીમકાર્ડ કબ્જે કર્યો હતો. પોલીસે તેની સામે આઈ.ટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવતીને બદનામ કરવા ફેક આઈ ડી બનાવનારની ધરપકડ
ઉપરોક્ત તમામ વિગતો કબ્જે કર્યા પછી સાયબર ક્રાઈમ સેલના પીએસઆઈ કે.આર.ગોહિલ તથા સ્ટાફે જામનગરના તિરૂપતી પાર્કની શેરી નં. 7 Bમાં રહેતા નિલશેપુરી ધનેશપુરી ગોસ્વામી નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ, સીમકાર્ડ તથા અન્ય ડિવાઈઝર કબજે કર્યા હતાં.