ગુજરાત

gujarat

ETV Bharat / state

જુઓ, ધારાસભ્ય પબુભા માણેકનો ગાય પ્રત્યેનો અનહદ પ્રેમ - gujarati news

દ્વારકા: જિલ્લાના ધારાસભ્ય પબુભા માણેકનો ગાયો પ્રત્યનો પ્રેમનો વીડિયો વાયરલ થતાં ETV BHARATની ટીમે ખાસ મુલાકાત લીધી હતી. બે વર્ષથી આ વિસ્તારમાં વરસાદ ન થયો હોવા છતાં કુદરતી રીતે માત્ર 60 ફૂટના મહેજ ગાળામાં પાણી જોવા મળ્યું છે. જેના સહારે ધારાસભ્ય દ્વારકા જિલ્લામાં જ પોતાના ખેતરમાં ગૌશાળા બનાવી અને ગાયોની સેવા કરે છે.

ધારાસભ્ય પબુભા માણેકનો ગાય પ્રત્યેનો અનહદ પ્રેમ

By

Published : Jun 29, 2019, 10:23 AM IST

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા દ્વારકા નાગેશ્વર રોડ ઉપર વિશાળ એરિયામાં ગાયો માટે એક ''નદી નિવાસ'' બનાવવામાં આવ્યો છે. જેમાં દ્વારકા તાલુકા તેમજ આસપાસના વિસ્તારોની રખડતી ભટકતી ગાયોને શોધીને તેને આશરો આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાયો માટે પીવાના પાણી અને ખોરાકની વ્યવસ્થા માટે જયારે પબુભાએ પોતાના ખાનગી ખેતેરમાં માત્ર 60 ફૂટ જેટલા ગાળમાં ખાડો કરતા વિપુલ પ્રમાણમાં પીવાનું પાણી મળી આવ્યું હતું. પબુભાનું માનવુ છે કે, આ ગાયોના આશિર્વાદ રૂપે પ્રાપ્ત થયું છે.

ધારાસભ્ય પબુભા માણેકનો ગાય પ્રત્યેનો અનહદ પ્રેમ

છેલ્લા કેટલાક વર્ષોથી દ્વારકા તાલુકામાં વરસાદનું પ્રમાણ ખુબ જ ઓછું છે. તેમજ મહત્વની વાત તો એમ છે કે, તેમાં મોટા ભાગની જમીન ખારી અને ભેજવાળી છે. જેના કારણે અહીં પીવાના પાણીની ખુબ જ અછત સર્જાય છે. દ્વારકા તાલુકામાં પશુની બરબરતાની હાલત ધારાસભ્ય પબુભા માણેકથી સહન ન થતા, તેમણે પોતાના ખેતરમાં એક ''નંદી નિવાસ '' બનાવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં ગાયોનું ધારાસભ્ય પબુભા દ્વારા સંચાલન કરવામાં આવે છે. ગાયો માટે પ્રોટીનયુક્ત ખારોકની જરુર પડતા ધારા સભ્ય દ્વારા 170 એકર ઉપરથી પણ વધુ વિસ્તારમાં ''ગજ ગ્રાસ'' નામનું ઘાસ ઉગાડવાનો પ્રયાગ કર્યો છે. જે આણંદ યુનિવર્સિટી દ્વારા રીનોવેટ કરેલું ''ગજ ગ્રાસ'' અન્ય દેશી ઘાસ કરતા ચાર ગણું વધુ અને ઉત્તમ પ્રોટીનયુક્ત પશુ આહાર બની શકે છે જેનો પાક 40 થી 45 દિવસે ઉતારી શકાય છે. જે અન્ય ઘાસ કરતા 50 % પણ ઓછી કિંમતે ઉગાડી શકાય છે. જે સામાન્ય ખેડૂત કે પશુ પાલક પણ વાવી શકે છે.

આવી રીતે હજારોની સંખ્યામાં ગાયો માટે ધારાસભ્ય દ્વારા ખોરાકની વ્યવસ્થા કર્યા બાદ પીવાના પાણી માટે પોતાના જ ખેતરમાં માત્ર 60 ફૂટ ખાડો ખોદતા પીવાના પાણીની મોટી નહેર અચાનક નીકળી આવી હતી. જેથી ગાયોને પીવાના પાણીની અને ખોરાકની સમસ્યા હળવી થતા ધારાસભ્ય પબુભાએ દ્વારકાધીશ અને શિવનો આભાર માનતા ETV BHARATની ટીમને જણાવ્યું કે, જો તમે ગાયોને સેવા કરવાનો નિર્ધાર કર્યો એટલે કુદરતે બધી વ્યવસ્થા કરી આપી છે. પીવાના પાણી અને ઉત્તમ પ્રકારનું ઘાસ દ્વારકા તાલુકામાંથી જ મળી આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details