દ્વારકાથી 6 કી.મી દૂર આવેલા વરવાળા ગામની બહાર ગામ લોકોને લીમડાના ઝાડ પર આજે વહેલી સવારે એક યુવક અને યુવતી મૃત હાલતમાં જોવા મળ્યા હતાં. આ સમાચાર વહેતા થતાની સાથે જ ગામ લોકો દોડી આવ્યા હતા.
દ્વારકામાંથી પ્રેમી યુગલનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા
દ્વારકા: વરવાળા ગામની સીમમાં આજે વહેલી સવારે બે પ્રેમી યુગલે લીમડાના ઝાડ પર આત્મહત્યા કરી હતી. જેને લઈને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ બનાવને પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
માહિતી મુજબ આ બનાવ ગત મોડી રાત્રીના બન્યો હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યુ છે. આ સમગ્ર બનાવને લઇને દ્વારકા પોલીસ અને મામલતદાર સહિતના સ્થળ પર આવ્યા હતા. ત્યાર બાદ બંને પ્રેમી યુગલની ઓળખ પરેડ કરી હતી, જેને લઈને બંને પ્રેમી યુગલ ગામના જ રહેવાસી હોવાનું માલુમ પડ્યું હતું. આશરે એક વર્ષ પહેલા બંને પ્રેમી યુગલે નાશી જઈને લગ્ન કર્યા હતા. જે અંગેની યુવતીના પરીજનોએ પોલીસ ફરીયાદ પણ કરી હતી. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી હતી અને ત્યાર બાદ જ સમગ્ર મામલાની જાણ થશે કે આત્મહત્યા છે કે હત્યા જેના પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.